મોના પટેલના મેટ ગાલાના બટરફ્લાય લૂકની ચારેકોર ચર્ચા થઈ રહી છે.
મોનાએ મેટ ગાલામાં મિકેનિકલ બટરફ્લાય ડ્રેસ પહેર્યો હતો, જેમાં હલતા બટરફ્લાય લાગેલા હતા.
મૂળ વડોદરામાં જન્મેલાં મોના પટેલ ફેશન આંત્રપ્રિન્યોર અને ઈન્વેસ્ટર છે.
પોતાનું સપનું પૂરું કરવા મોના પટેલ 2003માં અમેરિકામાં સેટલ થયાં હતાં.
અમેરિકા સેટલ થયા બાદ મોના પટેલે હાર્વર્ડ, MIT અને સ્ટેનફર્ડ યુનિ.માં અભ્યાસ કર્યો હતો.
મોના પટેલ અમેરિકાના ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓમાનાં એક છે, જે આઠ કંપનીનાં માલિક છે.
મોના પટેલે વર્ષ 2006માં વ્યવસાય શરૂ કર્યો હતો, જે હાલ 10 કરોડ ડોલરની નેટવર્થ ધરાવે છે.
મોનાની સ્ટાઈલ અને ફેશન દરેક કરતા અલગ હોય છે, જે આ વખતે મેટ ગાલામાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં.
મેટ ગાલા ન્યૂયોર્કમાં યોજાતો એક ચેરિટેબલ ફેશન શો છે, જ્યાં દુનિયાભરના સેલેબ્સ પોતાની ફેશનનું પ્રદર્શન કરે છે.