જાણો મિસ યુનિવર્સ ઈન્ડિયા રિયા સિંઘાને ઈનામ તરીકે શું મળ્યું.

મિસ યુનિવર્સ ઈન્ડિયા રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 નો ખિતાબ જીત્યો છે.

આ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે રવિવારે રાજસ્થાનના જયપુરમાં યોજાયો હતો.

અમદાવાદની 19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઇટલ જીત્યું છે.

રિયાને આ ખિતાબ ઉપરાંત વૈભવી ક્રાઉન અને રૂ. 1 લાખ પ્રાઈઝ મની મળ્યું છે.

આ ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયામાં કવરેજ પણ મળે છે.

રિયા મોડલ હોવા ઉપરાંત અભિનેત્રી પણ છે. તે હાલમાં પર્ફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી રહી છે.

એટલું જ નહીં રિયા એક ફેશન ડિઝાઈનર છે અને TEDx સ્પીકર પણ છે.

અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલાએ રિયાને 'તાજ મહેલ' ક્રાઉન પહેરાવ્યો હતો.

More Web Stories