ધક ધક ગર્લ તરીકે જાણીતાં માધુરી દીક્ષિત 57 વર્ષનાં થઈ ગયાં, છતાં આજે પણ તેમની સુંદરતા જેમની તેમ છે. આજે એમના જન્મદિવસ નિમિત્તે જાણીએ કેટલીક જાણી અજાણી વાતો.

તેઝાબ પહેલાં માધુરીએ ચારથી પાંચ ફિલ્મો કરી હતી, જે તમામ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. માધુરીની પહેલી ફિલ્મ અબોધ હતી, જે પણ ફ્લોપ રહી હતી.

ફિલ્મ 'તેઝાબ'થી માધુરી રાતોરાત સ્ટાર બની ગયાં હતાં. લોકો તેમને માધુરી નહીં પણ મોહિનીના નામથી જ ઓળખતા હતા.

હમ આપ કે હૈ કોન ફિલ્મમાં સલમાનની ફી માત્ર 30-35 લાખ રૂપિયા હતી, જ્યારે માધુરીને 2.75 કરોડ રૂપિયા મળ્યા હતા.

માધુરી 90ના દાયકામાં સૌથી વધુ કમાણી કરતાં એક્ટ્રેસ હતાં. જેના કારણે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

એવો દાવો કરાય છે કે વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું, ત્યારે એક પાકિસ્તાની સૈનિકે "અમને માધુરી દીક્ષિત આપો, અમે અહીંથી નીકળી જઈશું." એવી બૂમ પાડી હતી.

માધુરી દીક્ષિતે ડો. નેને સાથે એરેન્જ મેરેજ કર્યા હતા. બંને જ્યારે મળ્યા ત્યારે ડૉ. નેનેને ખબર નહોતી કે માધુરી સ્ટાર છે. જો કે માધુરી પહેલી જ મુલાકાતમાં લગ્ન માટે સંમત થઈ ગયાં હતાં.

લગ્ન પછી માધુરીએ ભારત છોડ્યું, 2007ની ફિલ્મ 'આજા નચલે'થી એક્ટિંગમાં કમબેક કર્યું. લગભગ 10 વર્ષ સુધી ડેનવરમાં રહ્યા બાદ માધુરી 2011માં ભારત પરત આવ્યાં.

ભારત પરત ફર્યા બાદ માધુરીએ 2013માં આવેલી ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'ના ગીત 'ઘાઘરા'માં કામ કર્યું હતું. તે 2014ની ફિલ્મો 'દેઢ ઇશ્કિયા' અને' ગુલાબ ગેંગ'માં પણ જોવા મળ્યાં હતાં.

ફિલ્મ પુકારના એક ગીતમાં માધુરીએ શિફોન સાડી પહેરી. તે જગ્યાએ તાપમાન -40 હતું. એટલે માધુરીનું શરીર ઠંડું પડવા લાગ્યું. શૂટિંગ બંધ કરવું પડ્યું અને ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા.

દેવદાસના શૂટિંગ દરમિયાન માધુરી ગર્ભવતી હતાં. એક ગીત માટે તેમને 16 કિલોનો લહેંગા પહેરાવવામાં આવ્યો. જો કે પ્રેગ્નેન્સી દરમિયાન તેમનું પર્ફોર્મન્સ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

1993માં આવેલી ફિલ્મ 'સાહિબા'ના એક ગીતમાં માધુરીને સસલા સાથે રમતી દેખાડવામાં આવી. શૂટિંગ શરૂ થતાં જ સસલાએ માધુરીનો અંગૂઠો કાપી નાખ્યો, જેના કારણે માધુરીએ ચીસો પાડી હતી.

More Web Stories