દિગ્ગજ સેલિબ્રિટીઓ કરતાં પણ કપિલ ચૂકવે છે વધુ ટેક્સ.

લોકોના ફેવરિટ કપિલ શર્માનું નામ હવે ભારતના સૌથી મોટા ટેક્સ પેયર્સની યાદીમાં આવી ગયું છે.

જાણીતી મેગેઝીન દ્વારા ભારતના સૌથી મોટા ટેક્સ પેયર્સની યાદી બહાર પાડી છે, જેમાં કપિલનું નામ પણ છે.

ટોપ 10 લિસ્ટમાં કપિલ 10માં સ્થાને છે, વર્ષ 2024માં કપિલે 26 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે.

ટેક્સ પેયર્સના લિસ્ટમાં કપિલનું નામ શાહિદ કપૂર (14 કરોડ), અલ્લુ અર્જુન (14 કરોડ) અને કેટરિના કૈફ (11 કરોડ) જેવા સેલેબ્સથી ઉપર છે.

કપિલ આ વર્ષે હૃતિક રોશન (28 કરોડ)થી થોડો જ પાછળ તો કરીના કપૂર (20 કરોડ) કરતાં તેણે વધુ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે.

કપિલ મોટા સેલેબ્સ કરતાં વધુ ટેક્સ ચૂકવે છે તો હવે પ્રશ્ન એ પણ થાય કે તે આટલી કમાણી કેવી રીતે કરે છે? તો વાસ્તવમાં, તેની પાસે આવકના ઘણા સ્ત્રોત છે.

સુત્રો અનુસાર કપિલ તેના શોના 5 એપિસોડ માટે 25 કરોડ રૂપિયાથી વધુ ફી લે છે, આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે જેના માટે 2 કરોડથી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

કપિલ ઈવેન્ટ્સ હોસ્ટિંગ, લાઈવ શો અને પોતાના પ્રોડક્શન હાઉસમાં પંજાબી ફિલ્મો અને એડ ફિલ્મોનું નિર્માણ કરીને સારું કમાઈ છે.

More Web Stories