મહારાષ્ટ્રના પંઢરપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ હરિ વિઠ્ઠલના સ્વરૂપે બિરાજે છે, જેમની સાથે માતા રૂક્મણીની પૂજા થાય છે.
છઠ્ઠી સદીમાં સંત પુંડલિક થઈ ગયા, જે તેમના માતા-પિતા અને શ્રીકૃષ્ણની અપાર ભક્તિ કરતા હતા.
તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણ દેવી રૂક્મણી સાથે પુંડલિકનો આતિથ્યભાવ માણવા પ્રકટ થયા.
પરંતુ પુંડલિક તેમના માતા-પિતાની સેવા કરવામાં વ્યસ્ત હતા, તેમણે શ્રીકૃષ્ણને રાહ જોવા માટે કહ્યું.
તેમણે કહ્યું કે હું હાલ તમારું સ્વાગત નહીં કરી શકું, તમે સવાર સુધી આ ઈંટ પર ઊભા રહી રાહ જુઓ.
ભગવાને ભક્તની આજ્ઞાનું પાલન કર્યું અને બંને હાથ કમર પર મૂકી ઈંટ પર આખી રાત ઊભા રહ્યા.
ઈંટ ઊભા રહેવાના લીધે તેમને વિઠ્ઠલ કહેવાય છે, ભક્તો તેમને વિઠોબાના નામે પણ સંબોધે છે.
જ્યારે પુંડલિક સેવામાંથી નવરા પડ્યા, ત્યારે ભગવાન મૂર્તિ સ્વરૂપ લઈ ચૂક્યા હતા.
પુંડલિકે આ વિઠ્ઠલ સ્વરૂપની પોતાના ઘરમાં સ્થાપના કરી, જે હાલ પંઢરપુર કહેવાય છે.
પંઢરપુર વારકરી સંપ્રદાય માટે મોટું તીર્થ સ્થાન છે, જ્યાં અષાઢી એકાદશીએ મોટી સંખ્યામાં લોકો ઊમટે છે.