ચૈત્ર નવરાત્રિ દરમિયાન હાથી પર સવાર થઈને આવશે મા દુર્ગા, જાણો કળશ સ્થાપનાનો શુભ સમય.
30મી માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મા દુર્ગાને સમર્પિત આ પવિત્ર તહેવાર 6 એપ્રિલે સમાપ્ત થશે.
આ વખતે ચૈત્ર નવરાત્રિ દરમિયાન મા દુર્ગા હાથી પર સવાર થઈને આવવાના છે. એવામાં જાણીએ કે માતાની હાથીની સવારીનો અર્થ શું છે.
જ્યારે નવરાત્રિ રવિવારથી શરૂ થાય છે, ત્યારે મા દુર્ગાનું વાહન હાથી હોય છે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિ દરમિયાન હાથી પર દેવી દુર્ગાનું આગમન અને પ્રસ્થાન શુભ માનવામાં આવે છે, જે સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનમાં વૃદ્ધિનું પ્રતીક છે.
હાથી પર માતાની સવારી સુખ, સમૃદ્ધિ અને સારો વરસાદ સૂચવે છે. તેમજ ખેડૂતો, પાક અને આપત્તિઓથી મુક્તિ સૂચવે છે.
મા દુર્ગાની હાથી પર સવારી કરવી એ ધન, આર્થિક લાભ અને પારિવારિક સુખની પ્રાપ્તિ પણ સૂચવે છે.
આગામી ચૈત્ર નવરાત્રિ પર કલશ સ્થાપિત કરવાનો શુભ સમય 30 માર્ચે સવારે 6:13 થી 10:22 સુધીનો રહેશે.
આ ઉપરાંત બપોરે 12:01 થી 12:50 સુધી અભિજીત મુહૂર્તમાં પણ કળશ સ્થાપન કરી શકો છો.