દિવાળી પહેલા ઘરમાં આ વસ્તુઓ હોય તો હટાવી દો, પરિવારમાં આવશે સુખ-શાંતિ.

જો આ દિવાળી પર તમે પણ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે તેવું ઇચ્છતા હોય તો આ વસ્તુઓને ઘરથી દૂર રાખવી જોઈએ જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે.

કેક્ટસ જેવા કાંટાવાળા છોડ ઘરમાં ન લગાવવા જોઈએ, એવું માનવામાં આવે છે કે આ છોડ ધન સંબંધિત સમસ્યાઓ લાવે છે, તે ઘરની બહાર કે બગીચામાં રાખી શકાય છે.

ખામીયુક્ત અથવા તૂટેલી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ, આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.

જ્યોતિષ અનુસાર બંધ ઘડિયાળનો અર્થ છે કે જીવનમાં પ્રગતિ થંભી જવી, આથી ઘરમાં બંધ કે તૂટેલી ઘડિયાળ ન રાખવી જોઈએ.

મહાભારત યુદ્ધની તસ્વીર વિખવાદ સૂચવે છે, જે પરિવારમાં મતભેદો અને વિવાદો વધારી શકે છે, આથી તે પણ ઘરમાં ન રાખવી હિતાવહ છે.

ફાટેલા કે જૂના ચંપલ પણ ઘરમાં ન રાખવા જોઈએ. તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને આર્થિક નુકસાનની સંભાવના પણ વધારે છે.

ભગવાનની તૂટેલી તસવીરો અને ખંડિત મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં આર્થિક નુકસાન થઈ શકે છે.

More Web Stories