મહાશિવરાત્રી પર શિવલિંગને ન ચઢાવો આ 5 વસ્તુઓ, મહાદેવ થઈ શકે છે ક્રોધિત.
મહા વદ તેરસના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા છે.
શિવલિંગની પૂજા દરમિયાન કેટલાક લોકો જાણ્યે-અજાણ્યે એવી વસ્તુઓ ચઢાવે છે, જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે. આજે તેના વિષે જાણીશું.
સિંદૂરને ભગવાન શિવનું સંહારક પણ માનવામાં આવે છે. તેના વિનાશક સ્વભાવને કારણે, શિવલિંગ પર સિંદૂર અને કુમકુમ ચઢાવવાની મનાઈ છે.
શાસ્ત્રો અનુસાર શિવલિંગ પુરુષ તત્વનું પ્રતિક છે અને હળદરનો સંબંધ મહિલાઓ સાથે છે. આ જ કારણ છે કે ભોલેનાથને હળદર ચઢાવવામાં આવતી નથી.
પૂર્વજન્મમાં તુલસીજીનો જન્મ રાક્ષસના કુળમાં થયો હતો. તેમનું નામ વૃંદા હતું, જે ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાના લગ્ન રાક્ષસ રાજા જલંધર સાથે થયા હતા.
ભગવાન શિવે દેવતાઓની રક્ષા માટે જલંધરનો વધ કર્યો હતો. પતિના મૃત્યુથી દુઃખી વૃંદાએ ભગવાન શિવને શ્રાપ આપ્યો. તેથી જ મહાદેવને તુલસીના પાન ચઢાવવામાં આવતા નથી.
શિવપુરાણ અનુસાર, શંખચુડા એક શક્તિશાળી રાક્ષસ હતો, જેનો ભગવાન શિવે વધ કર્યો હતો. આથી જ મહાશિવરાત્રિ પર શંખ વડે શિવલિંગને ક્યારેય જળ ચઢાવવામાં આવતું નથી.
તેમજ શિવલિંગ પર કેતકી, કનેર, કેવડા કે લાલ રંગના ફૂલ પણ ન ચઢાવવા જોઈએ.