મોટાભાગના મંદિરોમાં પુજારી પુરુષો હોય છે, અને ઘણા મંદિરોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ પણ છે.
પણ ભારતમાં એવા પણ મંદિરો છે, જ્યાં પુરુષો પ્રવેશ નથી કરી શકતા, ચાલો એમના વિશે જાણીએ.
કામાખ્યા મંદિર, આસામ : આ મંદિરે જ્યારે માતા રજસ્વલા થાય ત્યારે પુરુષો પ્રવેશ ન કરી શકે, આ દરમિયાન પૂજારી પણ મહિલા હોય છે.
બ્રહ્મદેવ મંદિર, પુષ્કર : કહેવાય છે કે દેવી સરસ્વતીના શ્રાપના લીધે આ મંદિરમાં વિવાહિત પુરુષોના જવા પર પ્રતિબંધ છે.
ભગવતીદેવી મંદિર, કન્યાકુમારી : આ મંદિરે માત્ર સંન્યાસી પુરુષો પૂજા કરી શકે, જો અન્ય પુરુષે પ્રવેશ કરવો હોય સોળ શણગાર કરવા પડે.
અટ્ટુકલ મંદિર, કેરળ : આ મંદિરે મા ભદ્રકાળીની પૂજા થાય છે, માતાના 10 મિનિટના ઉપવાસ દરમિયાન અહીં પુરુષો નથી આવી શકતા.
ચક્કુલાથુકાવુ મંદિર, કેરળ : પોંગલ દરમિયાન અહીં નારી પૂજા થાય છે, આ પૂજા દસ દિવસ ચાલે છે જે દરમિયાન અહીં પુરુષો ન આવી શકે.
માતા મંદિર, મુજફ્ફરપુર, બિહાર : આ મંદિરે નિયમ છે કે એક ચોક્કસ સમય માટે પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.