Get The App

ગુજરાતમાં દર મહિને સામાન્ય જીવન જીવવા 46000 રૂ.ની જરૂર પડે, જાણો કયું રાજ્ય સૌથી સસ્તું?

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં દર મહિને સામાન્ય જીવન જીવવા 46000 રૂ.ની જરૂર પડે, જાણો કયું રાજ્ય સૌથી સસ્તું? 1 - image


Cost of living Report 2024 | ફિનશોટ્સ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સરવેમાં ચોંકાવનારા ખુલાસા થયા. સરવે મુજબ ભારતમાં કોસ્ટ ઓફ લિવિંગ (જીવન ગુજરાન માટે ખર્ચ) મામલે ગુજરાત દેશનું સૌથી મોંઘુ રાજ્ય છે. જ્યાં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને લગભગ 46000 રૂપિયાની પડે. જ્યારે સૌથી જીવન ગુજરાત સૌથી સસ્તુ પડે એ રાજ્ય છે હિમાચલ પ્રદેશ જ્યાં દર મહિને જીવન ગુજરાન 23000 રૂપિયાની જરૂર પડે. આ સરવેમાં સામાન્ય જીવન જીવતા મધ્યમ વર્ગની વ્યક્તિની આવકને ધ્યાનમાં રાખીને ઘરનું ભાડું, માસિક ભોજન ખર્ચ, નોકરીએ આવવા જવાનો ખર્ચ, લાઈટ બિલ, ફોન બિલ, પેટ્રોલ બિલ અને ઘરના જરુરી ખર્ચાઓને ધ્યાને લેવાયા હતા. સર્વે પ્રમાણે ગુજરાતનું કૉસ્ટ ઓફ લિવિંગ દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ હતું. 

દેશના 28 રાજ્યોમાં સૌથી નીચલા ક્રમે આવતાં હિમાચલમાં રહેવા માટે 23.6 હજારમાં એક મધ્યમ વર્ગીય વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. ઉપરોક્ત સર્વે ગરીબ અને પૈસાદાર નહીં પરંતુ નોકરી કરતાં મધ્યમક્રમના મધ્યમવર્ગ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર રાજ્ય છે જ્યાં એક આદર્શ પરિવારને ઘર ચલાવવા માટે 45.4 હજારનો ખર્ચ થાય છે. એ પછી મિઝોરમ ત્રીજા ક્રમે છે જ્યાં 43.5 હજારની માસિક ખર્ચની જરુરિયાત રહે છે. એવી જ રીતે કર્ણાટકમાં 43.2 હજારની આવકમાં એક મધ્યમ વર્ગીય પરિવાર પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે. બિહાર અને ઓરિસ્સા જેવા ગરીબીનો સામનો કરતાં રાજ્યોમાં પણ આ ખર્ચ 25.9 હજાર અને 26.9 હજારનો છે. પરંતુ હિમાચલમાં લોકો પહાડી જીવન જીવતા હોવાથી તેમનો મૂળભૂત ખર્ચ ઓછો હોવાથી હિમાચલ મોંઘવારીમાં સૌથી તળીયે છે. 

ગોવા જેવું આંતરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા રાજ્યમાં ટુરિઝમ ભલે મોંઘું છે પરંતુ અહીંનું કોસ્ટ ઓફ લિવિંગ ગુજરાત કરતા સસ્તું છે. ગોવામાં એક આદર્શ પરિવાર 38  હજારમાં શાંતિથી જીવી શકે છે. ઉત્તર પ્રદેશ જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં કોસ્ટ ઓફ લિવિંગ 29.9 હજારનું છે. હિમાચલ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, પુડુચેરી, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગાલ, ઉત્તર પ્રદેશ અને કેરાલા જેવા રાજ્યોનું કોસ્ટ ઓફ લિવિંગ 30000 થી 23000ની વચ્ચે છે જે ગુજરાત કરતાં અડધાથી નજીક જ કહી શકાય. મધ્યમ ક્રમે આવેલા મેઘાલય, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આસામ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, ત્રિપુરા, મણિપુર 30000 થી 33000 ની વચ્ચે આવે છે.  ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ભાડા વધું છે. ખાસ કરીને શહેરોમાં સામાન્ય રીતે ભાડું 10000થી ચાલુ થાય છે. જેની સાથે લાઈટ બિલ અને પરિવહનનો ખર્ચ વધુ હોવાથી અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કોસ્ટ ઓફ લિવિંગ વધુ છે એવું નિષ્ણાંતો માને છે.

રાજ્યવાર કૉસ્ટ આફ લિવિંગ 

ગુજરાત

૪૬.૮ હજાર

મહારાષ્ટ

૪૫.૫ હજાર

મિઝોરમ

૪૩.૫ હજાર

કર્ણાટક

૪૩.૨ હજાર

હરિયાણા

૩૯.૨ હજાર

તેલંગાના

૩૭.૭ હજાર

પંજાબ

૩૬.૫ હજાર

મણિપુર

૩૩ હજાર

ત્રિપુરા

૩૨.૪ હજાર

તમિલનાડુ

૩૨.૨ હજાર

જમ્મુ-કાશ્મીર

૩૨.૨ હજાર

ઉત્તરાખંડ

૩૧.૩ હજાર

આસામ

૩૦.૯ હજાર

છત્તીસગઢ

૩૦.૭ હજાર

આંધ્રપ્રદેશ

૩૦.૩ હજાર

રાજસ્થાન

૩૦.૧ હજાર

મેઘાલય

૩૦.૧ હજાર

કેરલ

૨૦.૯ હજાર

ઉત્તર પ્રદેશ

૨૯.૯ હજાર

પશ્ચિમ બંગાળ

૨૯.૮ હજાર

મધ્ય પ્રદેશ

૨૯.૨ હજાર

પુડુચેરી

૨૮.૪ હજાર

ઝારખંડ

૨૮.૩ હજાર

ઓરિસ્સા

૨૬.૪ હજાર

બિહાર

૨૫.૯ હજાર

હિમાચલ પ્રદેશ

૨૩.૬ હજાર


Google NewsGoogle News