Get The App

SMCએ ગત વર્ષે ૨૦ કરોડના દારૂ સાથે ૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂની રેલમછેલ

જુગારના કેસમાં મોનીટરીંગ સેલ દ્વારા ૧૪૧ કેસ નોંધીને ૭૫ લાખની રોકડ જપ્ત કરીઃ વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં બમણો દારૂ પકડાયો

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
SMCએ ગત વર્ષે ૨૦ કરોડના દારૂ સાથે ૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો 1 - image

અમદાવાદ,સોમવાર

ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી  ગેરકાયદેસર રીતે પ્રતિવર્ષ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અન્ય રાજ્યોમાંથી ઘુસાડવામાં આવે છે.  અનેક કિસ્સામાં સ્થાનિક પોલીસની મિલીભગત હોવાથી દરોડાની કામગીરી કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલને જવાબદારી સોંપવામાં આવે છે.  વર્ષ ૨૦૨૩માં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા  સમગ્ર ગુજરાતમાં કરવામાં આવેલી કામગીરીમાં  ૪૬૬ કેસમાં ૨૦  કરોડ રૂપિયાના દારૂ સાથે  ૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે ૨૦૨૨ની સરખામણીમાં બમણો છે. ગુજરાતમાં દારૂ બંધી હોવાને કારણે અન્ય રાજ્યોમાંથી પ્રતિવર્ષ રાજ્યમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગેરકાયદેસર ઘુસાડવામાં આવે છે. દારૂના ગેરકાયદેસર વેપલામાં સ્થાનિક પોલીસની સંડોવણી હોવાને કારણે બુટલેગરો સામે કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને પીસીબી અને સ્ટેટ મોનીટરીંગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્ટેટ મોનીટરીગં દ્વારા સમગ્ર ગુજરાતમાં દરોડાની કામગીરી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩માં સ્ટેટ મોનીટરીંગ સેલના દ્વારા ૪૬૬ કેસ નોંધીને ૨૦ કરોડ રૂપિયાની કિંમતના દારૂ સહિત કુલ ૪૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં  સૌથી વધારે દારૂ  મે અને  ડિસેમ્બરમાં મહિનામાં જપ્ત કરાયો છેે. દારૂ ગુજરાતમાં ઘુસાડવા સમયે પોલીસથી બચવા માટે બુટલેગરોએ હવે મોડ્સ ઓપરેન્ડી બદલી છે. જેમાં ગેસ કે એસિડ કન્ટેઇનરનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગારના પણ નોંધપાત્ર કેસ કરવામાં આવ્યા છે. ૨૦૨૩માં પોલીસે જુગારના ૧૪૧ કેસ નોંધીને ૭૫ લાખની રોકડ સાથે ૩.૫૦ કરોડનો મુદ્દામાલ  જપ્ત કર્યો હતો.

 

સ્ટેટ મોનીટરીંગ દ્વારા નોંધાયેલા દારૂના કેસ

કુલ કેસ        દારૂની કિંમત           કુલ મુદ્દામાલ

૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૨ ૨૦૨૩

૪૪૦ કેસ       ૪૬૬ કેસ       ૧૦.૪૦ કરોડ   ૨૦ કરોડ       ૨૦ કરોડ ૪૦ કરોડ

 

 

જુગારના કેસની વિગતો

કુલ કેસ        જપ્ત કરેલી રોકડ      કુલ મુદ્દામાલ

વર્ષ ૨૦૨૨     વર્ષ ૨૦૨૩     ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૨ ૨૦૨૩

૧૨૦કેસ        ૧૪૧ કેસ       ૬૩.૭૪ લાખ   ૭૪ લાખ       ૨.૭૦ કરોડ    ૩.૫૨ કરોડ    


Google NewsGoogle News