Get The App

26 ટકા સુધી ઘટી જશે હાર્ટ ઍટેક અને બ્રેન સ્ટ્રોકનો ખતરો, ઊંઘ સાથે જોડાયેલી આ બે ટેવમાં કરો સુધાર

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
26 ટકા સુધી ઘટી જશે હાર્ટ ઍટેક અને બ્રેન સ્ટ્રોકનો ખતરો, ઊંઘ સાથે જોડાયેલી આ બે ટેવમાં કરો સુધાર 1 - image


Image: Freepik

Sleep: ઊંઘની નિયમિતતા અને સારી રીતે સૂવું માત્ર શરીરને આરામ આપવા સુધી જ મર્યાદિત નથી પરંતુ આ હૃદય અને મગજના આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે. તાજેતરમાં જ એક શોધમાં ખુલાસો થયો છે કે જો તમે દરરોજ એક જ સમય પર સૂવા અને જાગવાની ટેવ રાખતા નથી, તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ 26% સુધી વધી શકે છે. આ અભ્યાસ 40થી 79 વર્ષના 72,000થી વધુ લોકો પર કરવામાં આવ્યો. શોધમાં ઊંઘની નિયમિતતા હૃદયની બીમારીઓના જોખમનું એક મોટું કારક છે, જે ઊંઘના સમયગાળા કરતાં પણ વધુ પ્રભાવી છે. 

સંશોધન શું કહે છે?

સંશોધનકર્તાઓએ 'સ્લીપ રેગ્યુલેરિટી ઇન્ડેક્સ'ના આધારે સ્પર્ધકોને ત્રણ જૂથમાં વહેંચ્યા

ઓછી ઊંઘવાળા (SRI >87.3): હૃદયની બીમારીનું જોખમ સૌથી ઓછું.

મધ્યમ અનિયમિત ઊંઘવાળા (SRI 71.6-87.3): જોખમ 8% વધ્યું.

વધુ અનિયમિત ઊંઘવાળા (SRI <71.6): જોખમ 26% સુધી વધી ગયું.

સંશોધનથી એ પણ સ્પષ્ટ થયું કે માત્ર પૂરતી ઊંઘ લેવી જ પૂરતું નથી. જો તમે પોતાની ઊંઘનો સમય નિયમિત રાખતા નથી તો હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થશે નહીં. 

આ પણ વાંચો: જીરાવાળું પાણી પીવાથી શું ખરેખર વજન ઘટે? જાણો વિજ્ઞાન શું કહે છે

ઊંઘની અનિયમિતતાના જોખમી પરિણામ

અનિયમિત ઊંઘના કારણે શરીરની 24 કલાકની જૈવિક ઘડિયાળ (સર્કેડિયન રિધમ) અસંતુલિત થઈ જાય છે. આ ઘડિયાળ ન માત્ર મેટાબોલિઝમ પરંતુ હોર્મોનલ એક્ટિવિટીને પણ કંટ્રોલ કરે છે. તેની ગડબડીથી હાર્ટ એટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ અને મેન્ટલ હેલ્થ પર પણ અસર પડી શકે છે.

કેવી રીતે સુધારો કરવો?

વિશેષજ્ઞોનું કહેવું છે કે ઊંઘની નિયમિતતાને જાળવી રાખવા માટે અમુક સરળ ઉપાય અપનાવી શકાય છે

- એક જ સમયે સૂવું અને જાગવું.

- સૂતા પહેલા સ્ક્રીન ટાઇમ (મોબાઇલ, લેપટોપ) ઘટાડો.

- રાત્રે હળવું ભોજન કરો અને કેફીનથી બચો.

- સૂવાનું વાતાવરણ શાંત અને અંધારાવાળું રાખો

- સૂતા પહેલા વાંચવું કે ધ્યાન કરવું ટેવમાં સામેલ કરો.


Google NewsGoogle News