Health Tips : ઠંડીમાં ધાબળામાં મોઢું ઢાંકીને સૂતા હોવ તો ચેતી જજો, તકલીફમાં મૂકાશો
Image Source: Freepik
અમદાવાદ, તા. 28 ડિસેમ્બર 2023 ગુરૂવાર
શિયાળાની સીઝન ચાલી રહી છે. આ દરમિયાન લોકો ધાબળા કે રજાઈનો ઉપયોગ કરી રહ્યા છે. અમુક લોકોને ટેવ હોય છે કે તેઓ પોતાનું મોઢુ ઢાકીને સૂવે છે પરંતુ આવુ કરવુ જોઈએ નહીં. તેનાથી શરીરમાં ઘણા નુકસાન થઈ શકે છે. તેનાથી સૌથી મોટી સમસ્યા ગભરામણની થઈ શકે છે. સાથે જ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પર પણ અસર પડી શકે છે. આવુ એટલા માટે થાય છે કેમ કે મોઢુ ઢાકવાના કારણે શરીરમાં ફ્રેશ ઓક્સિજન જઈ શકતો નથી. ખરાબ ઓક્સિજન જ શરીરમાં જાય છે જેનાથી ખૂબ નુકસાન થઈ શકે છે. મોઢુ ઢાકીને સૂવાની અસર મેટાબોલિઝમ પર પણ પડે છે.
મોઢુ ઢાકવાથી શરીરને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન મળી શકતો નથી. તેનાથી ફેફસા પર અસર પડે છે અને શ્વાસ રૂંધાવો કે પછી હાર્ટ એટેક જેવી સ્થિતિ પણ બની શકે છે. અમુક મામલે આ ફેફસાના સંકોચનનું કારણ પણ બની શકે છે. તેથી શિયાળા દરમિયાન મોઢાને કવર કરીને સૂવુ જોઈએ નહીં.
સ્કિનની સમસ્યાઓ
શિયાળામાં મોઢાને ઢાકીને સૂઈએ તો તેનાથી સ્કિનમાં પણ મુશ્કેલી થઈ શકે છે. અંદર હાજર ખરાબ હવાથી સ્કિનનો રંગ કાળો પડવા લાગે છે. તેનાથી સ્કિન પર રેશેજ પણ થવા લાગે છે. જોકે, મોટાભાગના મામલે લોકોને ખબર પડતી નથી કે આ મુશ્કેલીઓનું એક કારણ આ રીતે મોઢુ ઢાંકીને સૂવુ પણ હોય છે. એવામાં જરૂરી છે કે તમે પોતાની આ આદતને બદલો.
આ લોકો સાવધાની રાખો
જે લોકોને અસ્થમા, સીઓપીડી કે શ્વાસની કોઈ બીજી બીમારી હોય તો તેમને ક્યારેય પણ મોઢુ કવર કરીને સૂવુ જોઈએ નહીં. આવા લોકો માટે આ રીતે સૂવુ જીવલેણ થઈ શકે છે. અસ્થમા કે આ બીજી બીમારીઓના દર્દીઓના ફેફસા કમજોર થઈ જાય છે. મોઢુ કવર કરવાથી ઓક્સિજન યોગ્ય રીતે મળી શકતુ નથી.
દરમિયાન અસ્થમાનો એટેક કે પછી યોગ્ય રીતે શ્વાસ ન લેવાની મુશ્કેલી થઈ શકે છે. જે અમુક મામલે જીવલેણ સાબિત પણ થઈ શકે છે. તેથી શ્વાસની બીમારીઓના દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે ક્યારેય પણ પોતાનું મોઢુ કવર કરીને ન સૂવો.