Get The App

હવે તમે નવા વાહન પર જૂની નંબર પ્લેટ લગાવી શકશો! વાહન વ્યવહાર વિભાગે જાહેર કર્યો પરિપત્ર

Updated: Feb 28th, 2025


Google NewsGoogle News
હવે તમે નવા વાહન પર જૂની નંબર પ્લેટ લગાવી શકશો! વાહન વ્યવહાર વિભાગે જાહેર કર્યો પરિપત્ર 1 - image


Gujarat Transport Department Circular : ગુજરાત રાજ્યમાં વ્હીકલ નંબર રીટેન્શન પોલિસી અમલીકરણ કરવાને લઈને વાહન વ્યવહાર વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જૂના વાહનના વેચાણ કે સ્ક્રેપમાં આપીને નવું વાહન ખરીદી કરનારને જૂના વાહનનો નંબર મેળવી શકવાની જોગવાઈ છે. જાણો કઈ રીતે નવા વાહનોમાં જૂના વાહનની નંબર પ્લેટ રાખી શકાય.

બે કિસ્સામાં નવા વાહનમાં જૂનો નંબર મેળવી શકાશે

વાહન વ્યવહારના પરિપત્ર મુજબ, રાજ્યમાં બે કિસ્સામાં વાહન નંબર રીટેન્શન કરી શકાશે. જેમાં જૂનું વાહન વેચવામાં આવે છે, ત્યારે જે-તે બાઇક, કાર કે અન્ય વાહનના માલિક પોતાના વાહનનો જૂનો જ નંબર નવા વાહન માટે મેળવી શકશે. જેના માટે અરજી કરીને પોતાના વાહનનો જૂના નંબર રીટેઇન કરાવી શકાશે. આ ઉપરાંત, જ્યારે વાહન સ્ક્રેપમાં જાય છે, ત્યારે નવા વાહન ખરીદનાર વ્યક્તિને પોતાનો જૂનો નંબર અપાશે. જ્યારે જૂના સ્ક્રેપ થનારા વાહન માટે અન્ય નંબર એલોટ કરવામાં આવશે. 

હવે તમે નવા વાહન પર જૂની નંબર પ્લેટ લગાવી શકશો! વાહન વ્યવહાર વિભાગે જાહેર કર્યો પરિપત્ર 2 - image

હવે તમે નવા વાહન પર જૂની નંબર પ્લેટ લગાવી શકશો! વાહન વ્યવહાર વિભાગે જાહેર કર્યો પરિપત્ર 3 - image

આ પણ વાંચો: NIDનો દીક્ષાંત સમારોહ રાજકીય તમાશો બનીને રહી ગયો છે, વિદ્યાર્થીઓની મેનેજમેન્ટને ઈ-મેલ કરીને ફરિયાદ

આ રહેશે વાહન નંબર રીટેન્શનની શરતો

- નવા ખરીદેલા વાહન પર જૂના વાહનનો નંબર રીટેન થશે. 

- રીટેન કરવા માટેનું જૂનું વાહન અને નવા વાહન પર નંબર રીટેન કરવાનું છે તે બંને વાહનોની માલિકી એક જ વ્યક્તિની હોવી જોઈએ. 

- વાહન નંબર રીટેન્શન સમયે બંને વાહનોના ક્લાસ વ્હીકલ સમાન હોવા જરૂરી રહેશે.

- જે વાહનનું રીટેન્શન કરતી વખતે તેનું રજિસ્ટ્રેશન કાર્યરત હોવું જોઈએ. એટલે કે અગાઉ સ્ક્રેપમાં ગયેલા વાહનનું રીટેશન થઈ શકશે નહીં.

- નવા વાહન માટે રીટેઈન નંબરની પ્રક્રિયા 90 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. 


Google NewsGoogle News