ઓનલાઇન સવારી લેતા ટુ-વ્હીલર સહિતના વાહનો માટે યલો નંબર પ્લેટ ફરજિયાત, સરકારનો આદેશ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
online rides


White Number Plate : આજે અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઇવર્સ એક ખાસ માંગ સાથે હડતાળ પર ઉતરી આવ્યા હતા. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો. વાત એમ હતી કે એગ્રિગેટર તરીકે કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ જેમ કે ઓલા, ઉબર, રેપિડો, જૂગનુ વગેરે ઓનલાઇન એપના માધ્યમથી સવારી બુક કરવાની કામગીરી કરે છે. તેમની ટ્રાન્સપોર્ટ સર્વિસમાં વપરાતા વાહનોમાં સફેદ નંબર પ્લેટનો ઉપયોગ કરાતો હોય છે, પરંતુ હવે આ રંગની નંબર પ્લેટ પ્રતિબંધિત કરાઈ છે. 

હવેથી એગ્રિગેટર તરીકે કામ કરતી કંપની અને વાહનો માલિકોએ સફેદ નંબર પ્લેટના બદલે યલો નંબર પ્લેટ (કોમર્શિયલ) નો ઉપયોગ કરવાનો રહેશે. જો હવેથી એગ્રિગેટર કંપની આ રીતે સફેદ નંબર પ્લેટનો ઉપયોગ કરશે તો એગ્રિગેટર કંપની તેમજ વાહન સામે પરમિટ ભંગ કરવા બદલ કાર્યવાહી કરાશે. આ માટે રૂ. 10,000 સુધીનો દંડ ફટકારાઈ શકે છે. આ માટે ખાસ ચેકિંગ ડ્રાઇવ અઠવાડિયામાં બે વખત યોજવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવર્સનો આરોપ છે કે, ઉબેર, ઓલા, રેપિડો જેવી કંપનીઓ દ્વારા આરટીઓના નિયમ પ્રમાણે કમિશન ચૂકવાતું નથી. બીજી બાજુ ઓનલાઈન એપ્લિકેશનને કારણે હેરાનગતિનો પણ સામનો કરવો પડે છે. 

સફેદ પ્લેટનો શું છે અર્થ? 

સૌથી પહેલાં સફેદ રંગની નંબર પ્લેટની વાત કરીએ તો આ નંબર પ્લેટ સામાન્ય ગાડીઓમાં જોવા મળે છે. આ વાહનોનો કમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્લેટ પર કાળા રંગથી નંબર લખેલા હોય છે. મોટે ભાગે સફેદ રંગ જોઈને લોકો સરળતા અંદાજો લગાવી લે છે આ પર્સનલ ગાડી છે.

પીળી નંબર પ્લેટનો શું છે અર્થ? 

પીળા રંગની નંબર પ્લેટ ટેક્સીની હોય છે. પીળી નંબર પ્લેટ સામાન્ય રીતે ટ્રક કે ટેક્સીમાં લાગેલી હોય છે, જેનો કોમર્શિયલ ઉપયોગ થાય છે. આ નંબર પ્લેટમાં પણ નંબર કાળા રંગથી લખાયેલા હોય છે.


Google NewsGoogle News