World Mentle Health Day: ગુજરાતમાં અંદાજે 1000 પર 3થી 4 વ્યક્તિ માનસિક બીમાર
World Mentle Health Day: દર વર્ષે દુનિયામાં 10મી ઓક્ટોબરે વર્લ્ડ મેન્ટ હેલ્થ ડે તરીકે ઉજવણી થાય છે ત્યારે છેલ્લા કેટલાક સમયમાં દેશમાં નોકરીમાં વધુ પડતા કામના ભારણને લઈને આત્મ હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે.
WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા કામના સ્થળે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવી છે. મેન્ટલ હેલ્થ એક્સપર્ટના મતે નોકરીયાતોમાં-રોજગાર સાથે જોડાયેલા લોકોમાંથી 15 ટકા લોકો માનસિક અસ્વસ્થ છે.
ગુજરાતમાં હાલ અંદાજે દર એક હજારે 3થી 4 વ્યક્તિ માનસિક બિમારીથી પીડાય છે અને એક હજારમાંથી 20થી 25 વ્યક્તિને માનસિક સમસ્યા છે. મનોચિકિત્સકોના જણાવ્યા મુજબ નોકરી કે રોજગારના સ્થળે કેટલીક પરિસ્થિતિઓ વ્યક્તિના આરોગ્ય માટે હાનિકારક બનતી હોય છે.
લાંબા સમય સુધી કામ કરવુ, વાંરવાર નાઈટિશફ્ટ કરવી અને રજાઓના દિવસોમાં પણ કામ કરવાથી તણાવ ઉદભવે છે. અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલના સુપ્રિ. ડૉ.અજય ચૌહાણે જણાવ્યુ હતું કે રોજગાર સાથે જોડાયેલા અંદાજે 15 ટકા લોકો માનસિક સમસ્યાથી પીડિત હોય છે.