Get The App

રુપિયા દસ કરોડના ખર્ચ સાથે થલતેજમાં ૩૦ ઈન્ડોર બેડની સુવિધા સાથે હેલ્થ સેન્ટરનો આરંભ કરાયો

બે મેજર અને બે માઈનોર ઓપરેશન થિયેટર સહિતની આરોગ્ય સુવિધા મળશે

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News

  રુપિયા દસ કરોડના ખર્ચ સાથે થલતેજમાં ૩૦ ઈન્ડોર બેડની સુવિધા સાથે હેલ્થ સેન્ટરનો આરંભ કરાયો 1 - image     

 અમદાવાદ,સોમવાર,12 ફેબ્રુ,2024

અમદાવાદના થલતેજ વોર્ડમાં રુપિયા દસ કરોડના ખર્ચથી ૩૦ ઈન્ડોર બેડની સુવિધા સાથે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો આરંભ કરાયો છે.બે મેજર અને બે માઈનોર ઓપરેશન થિયેટર સહિતની આરોગ્ય સુવિધા લોકોને મળશે.

થલતેજ વોર્ડમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ત્રણ માળના તૈયાર કરવામા આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને કેન્દ્રના ગૃહમંત્રીએ ખુલ્લુ મુકયુ હતુ.ગાયનેક  ઓ.પી.ડી.ઉપરાંત સોનોગ્રાફી અને એકસ-રે રુમ સહિતની અન્ય આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે.૩૦ ઈન્ડોર બેડ પૈકી ૧૫ સ્ત્રી અને ૧૫ પુરુષ માટેના બેડ ઉપલબ્ધ કરાયા છે.ડાયાલીસીસની સુવિધા ટૂંક સમયમાં પાંચ બેડ સાથે શરુ કરવામા આવશે.આંખના નંબર ઉતારવા માટે તેમજ એમ.આર.આઈ.મશીનની સુવિધા પણ દર્દીઓ માટે પુરી પાડવામાં આવશે.બાળ રોગ ઉપરાંત ચામડીના તેમજ આંખ,કાન અને ગળાના દર્દીઓ માટે આરોગ્ય સેવાઓ આપવામાં આવશે.


Google NewsGoogle News