Get The App

સવારે ઠંડી અને બપોરે ગરમી... રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગની આગાહી

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
Weather


Weather News : ગુજરાતમાં આગામી સાત દિવસ બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લીધે તાપમાનમાં પરિવર્તનની અસર દેખાતાં સવારના સમયે ઠંડી અને બપોરના ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (8 નવેમ્બર) અમદાવાદ, કચ્છ, આણંદ, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, વડોદરા, સુરત, તાપી, વલસાડ, સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

જ્યારે સુરેન્દ્રનગર મોરબી, નવસારી, પાટણ, અમરેલી, જૂનાગઢ, ભરૂચ, બોટાદ, રાજકોટ, સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : અમદાવાદના ગાંધી આશ્રમનો રોડ આવતીકાલથી થશે બંધ, જાણીલો કયા રૂટથી કરી શકાશે અવરજવર

આ સાથે ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહી શકે છે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, અમરેલી, તાપી, આણંદ, જૂનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહી શકે છે.


Google NewsGoogle News