ગુજરાતનું ગામડું હોય કે શહેર, 10થી 30 મિનિટમાં મળશે સરકારી રિસ્પોન્સ, ગૃહ મંત્રાલયે બનાવ્યો પ્લાન
રાજ્યમાં કોમી તોફાનો, હિંસાત્મક બનાવો રોકવા “સ્પેશિયલ એક્શન ફોર્સ' બનશે
તમામ પોલીસ સ્ટેશનો હવે PI કક્ષામાં અપગ્રેડ કરાશે
Gujarat News : ગુજરાતમાં કોમી તોફાને અને હિસાત્મક બનાવો તરફ ઝીરો ટોલરન્ટ નીતિના ભાગરૂપે એસઆરપીએફ જૂથ- 2, અમદાવાદની કંપનીને સ્પેશ્યલ એક્શન ફોર્સ તરીકે વિકસાવવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય ગૃહમંત્રીએ વિધાનસભામાં કરી છે.
1. ડ્રગ્સ સામેનું અભિયાન આજથી જંગ તરીકે લડાશે. ડ્રગ્સની દરીયાઈ સરહદો પરની દુશ્મન દેશ સાથેની લડાઇ હવે ગલી ગલી સુધી પહોંચશે. સીઆઈડી ક્રાઈમમાં રાજ્યમાં પ્રથમ વાર પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારી સેલના વડપણ હેઠળ એનડીપીએસ સેલની રચના થશે.
2. રાજ્યના કોઇ પણ ખૂણે કોઈ! પણ ઘટના બને તો શહેરી વિસ્તારમાં 10 મીનીટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મીનીટના રીસ્પોન્સ ટાઈમ હાંસલકરાશે. આ માટે 1100 નવા વાહનો અને નવા પોલીસ સ્ટાફની ફાળવણી કરાશે. આખા રાજ્યનો ડાયલ 112માં સમાવેશ થશે.
3. શોધ યોજનાના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ સબ ઇન્સપેકટર કક્ષાના પોલીસ સ્ટેશનોને પોલીસ ઈન્સ્પેકટર કક્ષામાં ત્રણ તબક્કામાં અપગ્રેડ કરાશે, પોલીસ સ્ટેશન દીઠ આઇ.ટી. એક્ષ્પર્ટની જગ્યા ઉભી કરાશે.
4. ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત 200 આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાથી પોલીસ સબ ઇન્સપેકટર કક્ષામાં અપગ્રેડ તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાયકલની ફાળવણી કરવામાં આવશે.
5. ત્રિશુળ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે અતિ આધુનિક રાજ્ય સ્તરીય સાયબર યુનીટ બનાવવામાં આવશે.
6. સુગમ યોજના હેઠળ રાજ્યના મહાનગરોમાં મોબીલીટી અને સલામતી માળખાને મજબુત બનાવવા 1000 ટ્રાફીક પોલીસની નવી જગ્યાઓ અને આધુનિક તકનીકી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.