વાઇબ્રન્ટ ગુજરાત : બે વર્ષમાં માત્ર 32 શિક્ષિતોને મળી સરકારી નોકરી, શિક્ષિત યુવાઓના સપનાં અધૂરાં રહ્યાં
2,49,735 બેરોજગારો સરકારી ચોપડે નોંધાયા
image : Freepik |
Vibrant Gujarat Unemployment News | વાઇબ્રન્ટ ગુજરાતમાં શિક્ષિત યુવાઓને રોજગારીની ઘણો તકો છે તેવી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતના શિક્ષિત યુવાઓના સરકારી નોકરી મેળવવાના સપનાં પૂર્ણ થઇ શક્યા નથી. જાણીને નવાઇ લાગે તેવી વાત એ છે કે, છેલ્લા બે વર્ષમાં આખાય ગુજરાતમાં 32 જણાંને સરકારી નોકરી મળી શકી છે. સરકાર ભરતી કેલેન્ડર આધારે ભરતી જ કરતી નથી પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.
2,49,735 બેરોજગારો સરકારી ચોપડે નોંધાયા, ભરતી કેલેન્ડર કાગળ પર, સરકારને કોન્ટ્રાક્ટ પધ્ધતિ પર ભરોસો
સરકારી નોકરી મેળવવી એ શિક્ષિત યુવાઓનુ સપનું રહ્યુ છે. કોચિંગ કલાસથી માંડીને હોસ્ટેલ પાછળ હજારો રૃપિયા ખર્ચીને યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અથાગ મહેનત કરતા હોય છે પણ કમનસીબી એછેકે, સરકાર ભરતી કેલેન્ડર મુજબ ભરતી જ કરતુ નથી. હજારો શિક્ષિત યુવાઓ સરકારી નોકરીની ભરતી થશે તેની વાટમાં ખાનગી-કોન્ટ્રાક્ટ આધારે નોકરી કરવા મજબૂર છે. સરકારને પણ ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટથી આખુય સરકારી તંત્ર ચલાવવામાં રસ છે.
વિધાનસભામાં બેરોજગારીને લઇને સવાલ ઉઠતાં સરકારે જવાબ આપ્યો છે કે, ગુજરાતમાં કુલ મળીને 29 જિલ્લામાં 2,38,978 શિક્ષિત બેરોજગારો અને 10,757 અર્ધ શિક્ષિત બેરોજગારો સરકારી ચોપડે નોધાયા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, સરકાર શિક્ષિત યુવાઓને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. સાથે સાથે સરકારી નોકરીના સપનાં તો સરકાર પૂર્ણ કરી શકી જ નથી. સરકારના આંકડા દર્શાવે છેકે, અમદાવાદ, આણંદ, વડોદરા અને ભાવનગરમાં નોધાયેલા બેરોજગારોની સંખ્યા વધુ છે. ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં 22, ભાવનગરમાં 9 અને ગાંધીનગરમાં 1 એમ કુલ મળીને 32 શિક્ષિત યુવાઓ સરકારી નોકરી મેળવી શક્યા છે.
આમ, સરકારનું ભરતી કેલેન્ડર કાગળ પર જ રહ્યુ છે. નિયમિત રીતે ભરતી કરાશે તેવી સરકારની સુફિયાણી વાતોનો ફિયાસ્કો થયો છે.
ગુજરાતમાં નોધાયેલાં બેરોજગારો
જિલ્લો |
બેરોજગારો |
કચ્છ |
8184 |
રાજકોટ |
13439 |
ગીર સોમનાથ |
4246 |
અમરેલી |
9020 |
જૂનાગઢ |
11701 |
ભાવનગર |
15191 |
બનાસકાંઠા |
10134 |
નર્મદા |
4628 |
નવસારી |
3300 |
વલસાડ |
7605 |
મહીસાગર |
11494 |
પંચમહાલ |
12334 |
અમદાવાદ |
16400 |
બોટાદ |
4455 |
આણંદ |
21633 |
ભરૃચ |
4551 |
તાપી |
5392 |
ડાંગ |
2887 |
દાહોદ |
11095 |
છોટાઉદેપુર |
4644 |
અરવલ્લી |
5580 |
સાબરકાંઠા |
6502 |
મોરબી |
3427 |
પાટણ |
6919 |
સુરેન્દ્રનગર |
12435 |
ગાંધીનગર |
6037 |
વડોદરા |
18732 |
પોરબંદર |
5408 |
દેવભૂમિ દ્રારકા |
2362 |
કુલ |
24935 |