વેજલપુર,વટવા-લાંભા અને વટવાના ત્રણ જીમ્નેશિયમ મહિને ૨૫ હજારના ભાવે એક જ કોન્ટ્રાકટરને પધરાવાયા
સાત વખત ટેન્ડર કરાયા બાદ પણ વાર્ષિક અપસેટ વેલ્યુ નીચી આવતી હોવાનો ચેરમેનનો બચાવ
અમદાવાદ,મંગળવાર,26 ડિસેમ્બર,2023
વેજલપુર ઉપરાંત વટવા-લાંભા અને વટવાના ત્રણ જીમ્નેશિયમ
મહિને ૨૫ હજારના ભાવથી એકજ કોન્ટ્રાકટરને પાંચ વર્ષ ઉપરાંત વધુ ત્રણ વર્ષ માટે
પી.પી.પી.મોડલથી ચલાવવા આપવા માટે રિક્રીએશન કમિટિએ મંજુરી આપી છે.સાત વખત તંત્ર
તરફથી ટેન્ડર કરવામાં આવ્યા બાદ પણ જીમ્નેશિયમ ચલાવવા માટે વાર્ષિક અપસેટ વેલ્યુ
રુપિયા ત્રણ લાખથી પણ ઓછી આવતી હોવાનો કમિટિ ચેરમેને બચાવ કર્યો છે.
રિક્રીએશન કમિટિ સમક્ષ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા નવા વેજલપુર ઉપરાંત
વટવા-લાંભા અને વટવા એમ ત્રણ જીમ્નેશિયમ પૈકી વટવા અને વટવા-લાંભા ખાતેના
જીમ્નેશિયમ વાર્ષિક રુપિયા ૩.૫ લાખ અને વેજલપુર ખાતેનું જીમ્નેશિયમ વાર્ષિક રુપિયા
૩.૬૫ લાખની અપસેટ વેલ્યુથી એક જ કોન્ટ્રાકટર આશિષ રમેશભાઈ સોયાને પાંચ વર્ષના સમય
માટે ચલાવવા આપવા મુકવામાં આવેલી દરખાસ્ત મંજુર કરાઈ છે.કમિટિ ચેરમેન જયેશ
ત્રિવેદીના કહેવા મુજબ,મ્યુનિ.તંત્રે
આ જીમ્નેશિયમ ચલાવવા આપવા માટે સાત વખત ટેન્ડર કર્યા હતા પરંતુ દરેક વખત વાર્ષિક
અપસેટ વેલ્યુ માટે રુપિયા બે કે સવા બે
લાખની આસપાસની ઓફર આવતી હતી.આ કારણથી કમિટિ દ્વારા આ દરખાસ્તને મંજુરી આપવામાં આવી
છે.