શહેરીજનોને ઠંડક મળશે અમદાવાદના સાત બગીચામાં વોટરબોડી તૈયાર કરવામા આવ્યા

વોટર બોડીના કારણે બગીચામાં લોકોને બેસવાનુ ગમશે,પક્ષીઓને પાણી મળશે

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News

  શહેરીજનોને ઠંડક મળશે અમદાવાદના સાત બગીચામાં વોટરબોડી તૈયાર કરવામા આવ્યા 1 - image     

 અમદાવાદ,શુક્રવાર,12 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સાત બગીચામાં ગાર્ડન વિભાગ દ્વારા વોટરબોડી તૈયાર કરવામાં આવ્યા છે.બગીચામાં વોટર બોડીના કારણે મુલાકાતીઓને ઠંડક મળશે. ઉપરાંત લોકો વધુ સમય બેસી શકશે.પક્ષીઓને પણ પીવાનુ પાણી સરળતાથી મળી રહેશે.આગામી સમયમાં વધુ ૪૪ બગીચામાં વોટર બોડી બનાવવામાં આવશે.

થોડા સમય અગાઉ શહેરના સિંધુભવન રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોનસાઈ શો આયોજિત કરવામા આવ્યો હતો.આ શો બાદ તેમાંથી મળેલા વનસ્પતિ, લાકડા વગેરેની મદદથી શહેરના મધ્યઝોનમાં આવેલા જશુમતી બારોટ ઉદ્યાન, પૂર્વઝોનમાં માતૃભૂમિ સોસાયટી પાસેના ગાર્ડન ઉપરાંત પશ્ચિમ ઝોનના બકુલ ત્રિપાઠી ગાર્ડન, ઉત્તર ઝોનના સાધુ વાસવાણી ગાર્ડન તેમજ દક્ષિણ ઝોનના ઉપેન્દ્ર ત્રિવેદી ગાર્ડન, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આઈ.સી.બી.ફલોરા પાસેના ગાર્ડન તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આનંદ નિકેતન સ્કૂલ પાસેના ગાર્ડનમાં વોટર બોડી બનાવવામાં આવ્યા છે.મ્યુનિ.ના ડિરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞોશ પટેલના કહેવા મુજબ આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિ.હસ્તકના બગીચામાં બગીચાની સાઈઝ મુજબના વોટર બોડી તૈયાર કરવામાં આવશે.


Google NewsGoogle News