મ્યુનિ.બજેટ બેઠકમાં હોબાળો , હાટકેશ્વર બ્રિજ કયારે તોડશો,વિપક્ષ, યોગ્ય સમયે,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
વિપક્ષે હાટકેશ્વર બ્રિજ મામલે ચિમકી આપતા શાસકપક્ષે બોર્ડ પુરુ કરવાની ચિમકી આપી
અમદાવાદ,મંગળવાર,25 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિ.ની બજેટ બેઠકમાં હાટકેશ્વરબ્રિજને તોડવાના
મામલે વિપક્ષ અને શાસકપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના જગદીશ રાઠોડે
તમે હાટકેશ્વર બ્રિજ કયારે તોડશો એ અંગે જવાબ માંગતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
દેવાંગ દાણીએ યોગ્ય સમયે એટલુ કહી ચોકકસ તારીખ આપી નહતી. વિપક્ષના કોર્પોરેટરે
તમને બધાને કોર્ટમાં લઈ જઈશ એવી ચિમકી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ
કહયુ, સભ્ય
બજેટના સુધારા ઉપર બોલતા નથી એમ કહી બોર્ડ પુરુ કરવાની ચિમકી આપતા હોબાળો મચી ગયો
હતો.
અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે કહયુ, અમારે લોટસ પાર્ક
જોઈતો નથી.અમારે તમારા કહેવાતા વિકાસકામો
જોવા નથી.પણ એટલુ કહો કે,૪૦
કરોડના ખર્ચે બનાવવામા આવેલો હાટકેશ્વરબ્રિજ તોડીને નવો બ્રિજ કયારે બનાવો છો.તમે
પાંચ વખત ટેન્ડર કર્યા.હયાત બ્રિજ તોડીને નવો બનાવવાનો ખર્ચ રૃપિયા બાવન કરોડથી
૧૧૨કરોડ સુધી પહોંચી ગયો છે તેમ છતાં હજુ સુધી તમે હયાતબ્રિજને લઈ કોઈ નિર્ણય કેમ
જાહેર કરતા નથી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે ચોકકસ તારીખની વારંવાર માંગણી છતાં
હયાત હાટકેશ્વરબ્રિજને તોડીને નવો બનાવવા અંગે શાસકપક્ષ તરફથી કોઈ જવાબ વિપક્ષને
આપવામાં આવ્યો નહતો.