ભરઉનાળે થશે માવઠું! ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં
Weather In Gujarat: રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પરંતુ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, 13મી, 14મી અને 15મી એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છનાં જિલ્લાઓ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ આગાહિના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે.
આ વિસ્તોરોમાં પડશે કમોસમી વરસાદ
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં ત્રણ દિવસ માવઠું થવાની શક્યતાઓ જણાવવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.13મી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 14મી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો 15મી એપ્રિલે સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છુટો-છવાયો વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરૂ સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.