Get The App

વોટરરિસોર્સ મેનેજમેન્ટ સેલ અંતર્ગત અમદાવાદ મ્યુનિ.માં હાઈડ્રોલિક ઈજનેરની ભરતી કરવા માટે મંજૂરી

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર માટે બે-બે હાઈડ્રોલિક ઈજનેરને નિમણૂંક અપાશે

Updated: Feb 27th, 2025


Google NewsGoogle News
વોટરરિસોર્સ મેનેજમેન્ટ સેલ અંતર્ગત  અમદાવાદ મ્યુનિ.માં હાઈડ્રોલિક ઈજનેરની ભરતી કરવા  માટે મંજૂરી 1 - image

       

 અમદાવાદ,ગુરુવાર,27 ફેબ્રુ,2025

અમદાવાદમાં હાલ પાણીની ટાંકી, પમ્પહાઉસ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સહિતની કામગીરીના રૃપિયા ૧૫૦૦ કરોડથી વધુની રકમના પ્રોજેકટ ચાલી રહયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોટર મેનેજમેન્ટ સેલ અંતર્ગત પ્રથમ વખત ચાર હાઈડ્રોલિક ઈજનેરની ભરતી કરવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી છે.અમદાવાદ પૂર્વમાં બે તથા પશ્ચિમમાં બે હાઈડ્રોલિક ઈજનેરને નિમણૂંક અપાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર રિસોર્સ મેનેજમેન્ટ સેલ અંતર્ગત ભરતી કરવામાં આવનારા હાઈડ્રોલિક ઈજનેર શહેરની વોટર સપ્લાય સિસ્ટમ ઉપરાંત પમ્પ તથા સ્ટોરેજ ટાંકીની વ્યવસ્થિત હાઈડ્રોલિક ડિઝાઈન કરીને વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ, વેસ્ટ વોટર મેનેજમેન્ટ માટે સુઅરેજ સિસ્ટમને હાઈડ્રોલિક રીતે ડિઝાઈન કરીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવાની કામગીરી કરશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, અમદાવાદમાં પાણી વિતરણ,ડ્રેનેજ નેટવર્ક તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં હયાત ઈન્ફ્રાસ્ટ્રકચરનુ એનાલીસીસ કરીને તેના રીપેરીંગ તથા અપગ્રેડેશનની કામગીરીમાં હાઈડ્રોલિક ઈજનેરની ભૂમિકા શહેર માટે લાંબા સમયના આયોજનમાં પણ ઉપયોગી નિવડશે.


Google NewsGoogle News