પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટ અંતર્ગત ચાંદલોડીયા,થલતેજ વોર્ડમાં નવ કરોડના ખર્ચે તળાવ ડેવલપ કરાશે
દેવસીટી, ત્રાગડ ઓકિસજન પાર્ક તળાવ, યદુડી તથા ચેબલી તળાવનો સમાવેશ
અમદાવાદ,બુધવાર,6 નવેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ
યુનિટ અંતર્ગત ચાંદલોડીયા તથા થલતેજ વોર્ડમાં રુપિયા નવ કરોડના ખર્ચે તળાવ ડેવલપ
કરાશે. જે તળાવ ડેવલપ કરવામાં આવનાર છે એમાં દેવસીટી, ત્રાગડ ઓકિસજન
પાર્ક તળાવ ઉપરાંત યદુડી તથા ચેબલી તળાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચાંદલોડીયા વોર્ડમાં આવેલા દેવસીટી તળાવને ડેવલપ કરવા
રુપિયા ૩.૯૫ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે.આ વોર્ડમાં આવેલા ત્રાગડ ઓકિસજન પાર્ક
તળાવને ડેવલપ કરવા રુપિયા ૩.૩૫ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે. ચાંદલોડીયા
વોર્ડમાં આવેલા યદુડી તળાવની આજુબાજુ આવેલા ગાર્ડનમાં વોક-વે બનાવવા ,કમ્પાઉન્ડ વોલ
બનાવવા,સીટીંગ
એરીયા ડેવલપ કરવા તથા ગજેબો બનાવીને ગાર્ડનનુ બ્યુટીફીકેશન કરવા રુપિયા ૭૮.૬૭
લાખનો ખર્ચ અંદાજવામાંઆવ્યો છે.થલતેજ વોર્ડમાં આવેલી ચેબલી તળાવડી લેક કન્ઝર્વેશન
અંતર્ગત ડેવલપ કરવા રુપિયા ૧.૧૦ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે.