બિલ્ડિંગ પ્રોજેકટ અંતર્ગત સરખેજ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળા બનશે
ગ્રાઉન્ડ ઉપરાંત ત્રણ ફલોરની શાળામાં ૩૦ કલાસરુમ સાથે અન્ય સુવિધા હશે
અમદાવાદ,શનિવાર,22 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ પ્રોજેકટ અંતર્ગત
સરખેજ વોર્ડમાં રૃપિયા ૧૦.૨૮ કરોડના ખર્ચથી નવી પ્રાથમિક શાળા બનશે.ગ્રાઉન્ડ
ઉપરાંત ત્રણ ફલોરની શાળામાં ૩૦ કલાસરુમ સાથે અન્ય સુવિધા હશે.
દક્ષિણ-પશ્ચિમઝોનના સરખેજ વોર્ડમાં કૃષ્ણધામ આવાસ,ટી.પી.સ્કીમ
નંબર-૨૬,મકરબાના
ફાઈનલ પ્લોટ નંબર-૫૬-૨ના ત્રણ હજાર ચોરસ
મીટરના પ્લોટમાં નવી પ્રાથમિક શાળા બનાવવા મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા
મ્યુનિસિપલ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.ગ્રાઉન્ડ ફલોર ઉપર એડમીન ઓફિસ
ઉપરાંત ઈન્ડોર સ્પોર્ટસ રૃમ,
મલ્ટી પરપઝ હોલ, ડ્રીંકીંગ
વોટર એરીયા સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.પહેલાથી લઈ ત્રીજા ફલોર સુધી દરેક ફલોર
ઉપર દસ જેટલા કલાસરૃમ બનાવવામાં આવશે.નવી પ્રાથમિક શાળા બનવાથી પ્રહલાદનગર, મકરબા,વેજલપુર અને
એસ.જી.હાઈવે આસપાસના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.