Get The App

સ્લમ પોલીસી-૨૦૧૬ અંતર્ગત અમદાવાદના એક જ કોન્ટ્રાકટરને ૧૫૧ કરોડનો TDR ચૂકવાયો

સ્લમ રીહેબીલીટેશન પ્રોજેકટ અંતર્ગત અન્ય છ કોન્ટ્રાકટરોને ૧૩૮ કરોડનો TDR ચૂકવાયો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News

     સ્લમ પોલીસી-૨૦૧૬ અંતર્ગત અમદાવાદના એક જ કોન્ટ્રાકટરને ૧૫૧ કરોડનો TDR  ચૂકવાયો 1 - image

  અમદાવાદ,શનિવાર,16 ડીસેમ્બર,2023

ગુજરાત સ્લમ રીહેબીલીટેશન પોલીસી-૨૦૧૬ અંતર્ગત અમદાવાદના વિવિધ વિસ્તારમાં ૧૨ પ્રોજેકટ પુરા કરવામાં આવ્યા હતા.આ પૈકી નીલા ઈન્ફ્રાસ્ટ્રકચર નામના એક જ કોન્ટ્રાકટરને રુપિયા ૧૫૧.૭૩ કરોડનો ટી.ડી.આર. ચુકવવામાં આવ્યો હતો.અન્ય છ કોન્ટ્રાકટરને રુપિયા ૧૩૮.૯૩ કરોડનો ટી.ડી.આર.મ્યુનિ.તંત્ર દ્વારા ચૂકવવામાં આવ્યો હતો.

ગુજરાત સ્લમ રીહેબીલીટેશન પોલીસી, પી.પી.પી.-૨૦૧૩ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં શિવમ આવાસ યોજના,ઓઢવ,જુના મ્યુનિ.સ્લમ કવાટર્સ, ખોખરા, વિજયમિલ, મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ કવાટર્સ,નરોડા ઉપરાંત સોનેરીયા બ્લોક,બાપુનગર, પતરાવાળા સ્લમ કવાટર્સ,ચમનપુરા,અસારવા, મ્યુનિસિપલ સ્ટાફ કવાટર્સ,સાબરમતી, ન્યૂ સ્લમ કવાટર્સ,મણીનગર, ખોડીયારનગર કવાટર્સ,બહેરામપુરા,સુખરામનગર મ્યુનિસિપલ હેલ્થ કવાટર્સ,વીરમાયાનગર ,દાણીલીમડા કવાટર્સ,એ.એમ.સી.અમરાઈવાડી સ્લમ કવાટર્સ, વિજયમિલ મ્યુનિસિપલ હેલ્થ કવાટર્સ ખાતે રીહેબીલીટેશનની કામગીરી કરી  આવાસો વિવિધ કોન્ટ્રાકટરો પાસે તૈયાર કરાવવામાં આવ્યા હતા.૧૨ પૈકી ૬ પ્રોજેકટ નીલા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને આપવામાં આવતા આ કોન્ટ્રાકટરને રુપિયા ૧૫૧.૭૩ કરોડનો ટી.ડી.આર.મ્યુનિ.તંત્રે ચૂકવ્યો હતો.જયારે બાકીના ૬ પ્રોજેકટ માટે ૬ કોન્ટ્રાકટરને રુપિયા ૧૩૮.૯૩ કરોડનો ટી.ડી.આર.ચૂકવવામાં આવ્યો હતો.

કયા કોન્ટ્રાકટરને કેટલી રકમનો ટી.ડી.આર.ચૂકવાયો

કોન્ટ્રાકટર            ટી.ડી.આર.(કરોડમાં)

નીલા ઈન્ફ્રાસ્ટ્રકચર     ૧૫૧.૭૩

જે.પી.ઈન્ફ્રાકોન         ૬૪.૩૦

શ્રીધર ઈન્ફ્રાસ્ટ્રકચર     ૨૫.૮૩

અવધ ઈન્ફ્રાસ્ટ્રકચર     ૭૨.૧૫

સોહમ ઈન્ફ્રા.બિલ્ડ      ૧૦.૩૦

સરોવર ડેવલપર       ૧૬.૭૫

મીરામ્બિકા કન્સ્ટ્રકશન   ૧૪.૫૧


Google NewsGoogle News