Get The App

ગુજરાત સ્લમ પુનર્વસન નિતી અંતર્ગત અમદાવાદના ત્રણ ડેવલપર્સને ૩.૧૩ લાખ સ્કેવરમીટર ટી.ડી.આર. ચુકવાયો

શહેરના દસ સ્થળે ઝૂંપડાના બદલે આવાસ બનાવી લાભાર્થીઓને અપાયા

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News

     ગુજરાત સ્લમ પુનર્વસન નિતી અંતર્ગત  અમદાવાદના ત્રણ ડેવલપર્સને ૩.૧૩ લાખ સ્કેવરમીટર ટી.ડી.આર. ચુકવાયો 1 - image

  અમદાવાદ,શનિવાર,8 ડીસેમ્બર,2023

ગુજરાત સ્લમ પુનર્વસન નિતી-૨૦૧૦ અંતર્ગત અમદાવાદના ત્રણ ડેવલપર્સને ૩.૧૩ લાખ સ્કેવરમીટરથી વધુનો ટી.ડી.આર.ચુકવવામાં આવ્યો છે.નિતીના અમલથી લઈ નવેમ્બર-૨૦૨૩ સુધીમાં શહેરના દસ સ્થળે આવેલા ઝૂંપડામાં રહેતા લાભાર્થીઓને પરિવાર દીઠ એક આવાસની ફાળવણી કરવામાં આવી છે.

ચાર માર્ચ-૨૦૧૦ના રોજ ગુજરાત સ્લમ પુનર્વસન અંતર્ગત રાજય સરકાર દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને ઓછામાં ઓછા ૨૫ ચોરસમીટરના ઘર આપવાની પોલીસી જાહેર કરી હતી.આ પોલીસી અંતર્ગત લાભાર્થીઓને નાગરિક સુવિધા સાથેના આવાસ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.આ નિતીના અમલથી લઈ નવેમ્બર-૨૦૨૩ સુધીના સમયમાં શહેરના અમરાઈવાડી, સાબરમતી, દાણીલીમડા,ખોખરા ઉપરાંત આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર વોર્ડમાં આવેલા ઝૂંપડપટ્ટીના સ્થાને પાકા આવાસ બનાવી લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે.આવાસ બનાવનારા અલગ અલગ ડેવલપર્સને કુલ ૩.૧૩ લાખ સ્કેવરમીટરથી વધુનો ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ મ્યુનિ.તંત્ર તરફથી ચુકવવામાં આવ્યો છે.ડેવલપર્સને મળેલા ટી.ડી.આર.નો ઉપયોગ તેણે નિતીના નિયમ મુજબ તેમના દ્વારા ડેવલપ કરવામાં આવેલી સાઈટ ઉપર કરવાની બાબતને અગ્રીમતા આપવાની હતી.જો કોઈ કીસ્સામાં આમ કરવુ શકય ના હોય તો જે તે ડેવલપર્સને અન્ય પ્લોટમાં તેને મળેલ ટી.ડી.આર.વાપરવા મંજુરી મેળવવાની હોય છે.ઉપરાંત ટી.ડી.આર.મેળવનાર ડેવલપર તેને મળેલો ટી.ડી.આર. કે વધારાની એફ.એસ.આઈ.(ફલોર સ્પેસ ઈન્ડેકસ) અન્ય ડેવલપર્સને ટ્રાન્સફર કરી શકે છે.કયા ડેવલપર્સે તેને મળેલ ટી.ડી.આર.કયાં ઉપયોગમાં લીધો એ અંગે મ્યુનિ.તંત્રના અધિકારીઓ મૌન સેવી રહયા છે.

સ્લમનું નામ                    ડેવલપર્સ                                       ટી.ડી. આર.(સ્કેવર મીટર)

ભીખાદેવાનો વંડો,અમરાઈવાડી  સફલ રીયાલીટી પ્રા.લી                               ૩૨૪૪૫.૧૬

કૈલાસનગરના છાપરાં,સાબરમતી  સફલ કન્સ્ટ્રકશન પ્રા.લી                                ૬૦૦૮.૮૯

ભીલવાસના છાપરા,દાણીલીમડા ગાલા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી                                ૬૯૯૭.૫

સલાટનગરના છાપરા,ખોખરા    ગાલા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી                                  ૨૩૧૧૦.૪૩

અબુજી કુવાના છાપરાં,આંબાવાડી        સફલ કન્સ્ટ્રકશન પ્રા.લી                         ૪૯૩૨.૬

તલાવડીના છાપરા,અમરાઈવાડી              સફલ રીયાલીટી પ્રા.લી                          ૮૭૯૭૮.૩૮

લખુડી તળાવના છાપરા, સ્ટેડિયમ       સફલ કન્સ્ટ્રકશન પ્રા.લી                       ૪૩૬૧૭.૭૮

બાવાજીના છાપરા,ખોખરા            સફલ કન્સ્ટ્રકશન પ્રા.લી                                 ૧૯૭૭૭.૭૧

સંજયનગરના છાપરા,બાપુનગર         અરવિંદ ઈન્ફ્રાસ્ટ્રકચર લી.                         ૧૫૬૦૯.૨૬

મંગલના છાપરા,વાસણા         સફલ કન્સ્ટ્રકશન પ્રા.લી                                 ૭૩૨૬૮.૯૩



Google NewsGoogle News