કેટલ પોલીસી-૨૦૨૩ અંતર્ગત અમદાવાદ મ્યુનિ.તંત્ર પશુઓ માટે ઓનલાઈન દાન સ્વીકારશે

જન્મ કે મરણ તીથી નિમિત્તે મ્યુનિ.ની વેબસાઈટ કે સીવીક સેન્ટર ઉપરથી દાન કરી શકાશે

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News

     કેટલ પોલીસી-૨૦૨૩ અંતર્ગત  અમદાવાદ મ્યુનિ.તંત્ર પશુઓ માટે ઓનલાઈન દાન સ્વીકારશે 1 - image

  અમદાવાદ,ગુરુવાર,18 જાન્યુ,2024

અમદાવાદ મ્યુનિ.દ્વારા પહેલી સપ્ટેમબર-૨૦૨૩થી કેટલ પોલીસી અમલમાં મુકવામાં આવી છે.ફ્રેન્ડસ ઓફ કેટલ થીમ અંતર્ગત મ્યુનિ.તંત્ર હવે મ્યુનિ.ની વેબસાઈટ ઉપર ઓનલાઈન કે સીવીક સેન્ટર ઉપર ગાય સહિતના પશુઓ માટે દાતાઓ પાસેથી દાન સ્વીકારશે.જન્મ કે મરણતિથી સહિતના અન્ય પ્રસંગે શહેરીજનો દાન કરી શકશે.

મ્યુનિ.હસ્તકના બાકરોલ ઉપરાંત દાણીલીમડા, નરોડા અને લાંભા ખાતેના કેટલ પોન્ડમાં કુલ ૭૧૦૦ પશુ રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે.હાલમાં બાકરોલ ખાતે ૯૭૧, દાણીલીમડા ખાતે ૮૬૫, નરોડા ખાતે ૭૯૬ અને લાંભા ખાતે ૬૦૯ એમ કુલ મળીને ૩૨૪૧ ગાય સહિતના અન્ય પશુઓને રાખવામાં આવેલા છે.શહેરીજનો ધાર્મિક તહેવાર,પ્રસંગ કે જન્મ કે મરણતીથી સહિતના પ્રસંગે મ્યુનિ.ના કેટલપોન્ડમાં રાખવામાં આવેલા પશુઓને ઘાસચારો,ખીચડો, લાડુ ખવડાવવા જેવી પ્રવૃત્તિ માટે દાન કરી શકે એ માટે કેટલપોન્ડ ઉપરાંત મ્યુનિ.ની વેબસાઈટ તથા સીવીક સેન્ટર ઉપર પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


Google NewsGoogle News