બાકી વેરાની વસૂલાત માટે ઝૂંબેશ હેઠળ નદીપારના વિસ્તારોમાં સાત હજારથી વધુ મિલકત મ્યુનિ.દ્વારા સીલ કરાઈ
પશ્ચિમ ઝોનમાં ૫૬૫૪ મિલકત સીલ કરી રુપિયા ૨.૬૬ કરોડની વસૂલાત
અમદાવાદ,શુક્રવાર,21 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગ દ્વારા બાકી
મિલકતવેરાની વસૂલાત માટે શુક્રવારે મેગા સિલીંગ ઝૂંબેશ કરાઈ હતી.નદીપારના
વિસ્તારોમાં કુલ ૭૮૪૯ મિલકત સીલ કરાઈ હતી.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૬૫૪ મિલકત સીલ
કરીને રુપિયા ૨.૬૬ કરોડની રકમ બાકી કરવેરા પેટે વસૂલ કરાઈ હતી.
વાસણા વોર્ડમાં મંગલતીર્થ ટાવર, આશિર્વાદ
કોમ્પલેકસ, પૂજન
એપાર્ટમેન્ટ, ઉપરાંત
માણેકબાગ સોસાયટી, ઓમ
સેન્ટર,આંબાવાડી, ફેરડીલ હાઉસ,નવરંગપુરા, દેવ કોમ્પલેકસ, ટરકોઈસ કોમ્પલેકસ, મીઠાખળી, આલીશાન કોમ્પલેકસ,સ્ટેડિયમ રોડ
સહીત નારણપુરા મંગલમૂર્તિ કોમ્પલેકસ,
જયમંગલ કોમ્પલેકસ, અખબારનગર
રોડ, આઈ.ઓ.સી.રોડ
ઉપર આવેલી મિલકતો પૈકી બાકી કરવેરો નહીં ભરનારા કરદાતાઓની મિલકત તંત્રે સીલ કરી
હતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જીવરાજપાર્ક,સરખેજ
રોડ, વિશાલા
સર્કલ,કોર્પોરેટ
રોડ સહીતના વિસ્તારોમાં ૫૪૭ કોમર્શિયલ મિલકત સીલ કરીને રુપિયા ૯૬.૧૮ લાખની બાકી
કરવેરાની રકમ વસૂલ કરવામાં આવી હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૬૧૮ એકમો સીલ કરીને રુપિયા
૧.૪૯ કરોડના બાકી કરવેરાની રકમ વસૂલ કરવામાં આવી હતી.ઝોનમાં આવેલા અર્જુન આશ્રમ, ઘાટલોડીયા ગામ
ઉપરાંત સતાધાર સોસાયટી, ચાણાકયપુરી, બોપલ ગામ, સોલા,ઈસ્કોન, ત્રાગડ સહીતના
વિસ્તારમાં બાકી કરવેરો નહીં ભરનારાઓની મિલકત સીલ કરાઈ હતી.