રાજુલા અને જામનગરમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત, છેલ્લા 24 કલાકમાં 4ના મોત

દેવભૂમી દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે ખેતરમાં કામ કરતાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવ્યો હોવાની વિગતો સામે આવી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
રાજુલા અને જામનગરમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત, છેલ્લા 24 કલાકમાં 4ના મોત 1 - image



અમદાવાદઃ (Gujarat)ગુજરાતના યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે. સરકાર અને આરોગ્ય વિભાગ આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતાં કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. (Heart Attack )ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં ચાર લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાની વિગતો સામે આવી છે. (Jamnagar and rajula )જેમાં બાબરા, રાજુલા અને જામનગરમાં હાર્ટ એટેકથી મોત થયાની વિગતો મળી છે. 

રાજુલામાં આખ્યાનમાં ગયેલો યુવક ઢળી પડ્યો

રાજ્યમાં ગઈકાલે એક જ દિવસમાં ત્રણ યુવકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યાં હતા. અમરેલીમાં ગઈકાલે રીક્ષાચાલકને ચાલુ ડ્રાઈવિંગ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયા બાદ રાત્રે રાજુલામાં રામાપીરના આખ્યાનમાં એક 23 વર્ષીય યુવકનું મોત થયું છે. જ્યારે જામનગર શહેરમાં પણ વધુ એક 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. રાજુલામાં રામાપીરનું આખ્યાન ચાલી રહ્યું હતું તે દરમિયાન એક 23 વર્ષના યુવક દિનેશ શિયાળને હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક મોડી રાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે હાર્ટ એટેકના કારણે તેનું મોત થયાનું જાહેર કર્યું હતું.

જામનગરમાં 24 વર્ષના યુવાનનું મોત

જામનગર શહેરમાં 24 વર્ષના યુવાનનું હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મોત નિપજયું છે. જેથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. સેના નગર વિસ્તારમાં રહેતા માત્ર 24 વર્ષના યુવાનને તાવ શરદી સંબંધી તકલીફ થયા પછી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જેનું એકાએક હૃદય રોગનું હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હતું. 24 વર્ષીય યુવાન રવિ લુણા એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આ ઉપરાંત દેવભૂમી દ્વારકા જિલ્લાના ઠાકર શેરડી ગામે 42 વર્ષના વેલજીભાઈનું મોત નિપજ્યું છે. તે ઉપરાંત ખંભાળિયાના શક્તિનગરમાં પણ એક આધેડ હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યાં છે. આ બંને વ્યક્તિઓને ખેતરમાં કામ કરતી વખતે અચાનક એટેક આવ્યો હતો. 


Google NewsGoogle News