ડ્રેનેજ પાણી બેક મારવાની સમસ્યા હલ કરવા કુબેરનગર ડ્રેનેજ પમ્પિંગસ્ટેશનનું જોડાણ કોતરપુરના STP સાથે કરાશે
કોતરપુર એસ.ટી.પી.મેઈન ટ્રન્કલાઈનમાં સાત કરોડના ખર્ચે રાઈઝીંગ મેઈન લાઈન નંખાશે
અમદાવાદ,સોમવાર,12 ઓગસ્ટ,2024
કુબેરનગર ઉપરાંત નરોડા ,સૈજપુર સહિતના અન્ય વોર્ડ વિસ્તારમાં ડ્રેનેજના પાણી બેક
મારવાની સમસ્યા છે.આ સમસ્યા હલ કરવા કુબેરનગર ડ્રેનેજ પમ્પિંગસ્ટેશનનું જોડાણ
કોતરપુરના ૬૦ મિલીયન લિટર પર ડે ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે કરવામાં
આવશે.કોતરપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મેઈન ટ્રન્ક લાઈનમાં રુપિયા ૭.૮૫ કરોડના
ખર્ચે રાઈઝીંગ મેઈન લાઈન નાંખવામાં આવશે.
કુહેરનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનુ ડ્રેનેજનુ પાણી નરોડા
પાટીયાથી પીરાણા જતી મેઈન ગ્રેવીટી
લાઈનમાં જોડાણ કરવામાં આવે છે.કુબેરનગર વોર્ડ તથા આજુબાજુના વોર્ડમાં
ડ્રેનેજને લગતી સમસ્યા અવારનવાર સામે આવે છે.આ સમસ્યાના નિવારણ માટે તથા પીરાણા
તરફ જતી મેઈન લાઈન ઉપર ડ્રેનેજ પાણીનું ભારણ ઓછુ કરવા માટે કોતરપુર વિસ્તારમાં
આવેલા ૬૦ એમ.એલ.ડી.ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાણ
કરાશે.કોતરપુર એસ.ટી.પી.માં ચિલોડા,
ઔડા ,ભદ્રેશ્વર
તથા સરદારનગર પમ્પિંગનું જોડાણ કરી ૨૪ એમ.એલ.ડી.પાણી ડાયવર્ટ કરવામાં આવે
છે.કુબેરનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનથી કોતરપુર એસ.ટી.પી. પાસે આવેલ મેઈન
ટ્રન્કલાઈનમાં ૯૦૦ મી.મી.ડાયામીટરની રાઈઝીંગ મેઈન લાઈન નાંખવા અંદાજીત ભાવથી ૬.૯૦
ટકા વધુ ભાવથી કોન્ટ્રાકટર ધી સ્પનપાઈપ એન્ડ કન્સ્ટ્રકશન કંપની પ્રા.લી.(બરોડા)ને
કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.