બાકી મિલકતવેરો વસૂલવા માટે અમદાવાદમાં ૨૨૬૨૮ મિલકત સીલ,૧૪.૩૫ કરોડની આવક
પૂર્વઝોનમાં સૌથી વધુ ૫૪૪૧ મિલકત સીલ, ૩.૬ કરોડની વસૂલાત કરાઈ
અમદાવાદ,શુક્રવાર,2 ફેબ્રુ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરાની
વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ કરાઈ હતી.સાત ઝોનમાં બાકીદારોની કુલ ૨૨૬૨૮ મિલકત સીલ
કરી રુપિયા ૧૪.૩૫ કરોડની આવક મેળવવામાં આવી હતી.પૂર્વઝોનમાં બાકીદારોની સૌથી વધુ
૫૪૪૧ મિલકત સીલ કરી રુપિયા ૩.૬ કરોડની વસૂલાત કરવામાં આવી હતી.
પૂર્વઝોનના નવા ઓઢવ,રખિયાલ, ઓઢવ, અમરાઈવાડી ઉપરાંત
નિકોલ,સી.ટી.એમ
સહિતના વિસ્તારમાં બાકીદારોની મિલકત સીલ કરાઈ હતી.પશ્ચિમઝોનના વાસણા, પાલડી અને
આંબાવાડી સહિતના વોર્ડ વિસ્તારમાં આવેલી બાકીદારોની કુલ ૩૬૩૮ મિલકત સીલ કરી રુપિયા
૨.૫૮ કરોડની રકમ વસૂલાઈ હતી.ઉત્તર-પશ્ચિમઝોનમાં થલતેજ-ઘાટલોડીયા સહિતના અન્ય વોર્ડ
વિસ્તારમાં આવેલી બાકીદારોની ૨૫૬ મિલકત સીલ કરી રુપિયા ૧.૯૨ કરોડની રકમ વસૂલવામાં
આવી હતી.દક્ષિણ-પશ્ચિમઝોનમાં જોધપુર,મકરબા
સહિતના વોર્ડ વિસ્તારમાં આવેલી ૪૮૪૧ મિલકત સીલ કરી રુપિયા ૧.૬૪ કરોડની આવક
મેળવવામાં આવી હતી.દક્ષિણઝોનના
જમાલપુર,મણિનગર,કાંકરિયા સહિતના
વિસ્તારમાં ૪૩૭૬ મિલકત બાકીદારોની સીલ કરી રુપિયા ૨.૩૮ કરોડની રકમ વસૂલ કરાઈ
હતી.ઉત્તરઝોનના નરોડા, અમદુપુરા
સહિતના વોર્ડ વિસ્તારમાં આવેલી બાકીદારોની ૩૦૬૪ મિલકત સીલ કરી રુપિયા ૧.૫૬ કરોડની
રકમ વસૂલવામા આવી હતી.મધ્યઝોનમાં માધુપુરા,તાવડીપુરા,રીલીફરોડ સહિતના
વિસ્તારમાં આવેલી બાકીદારોની ૧૦૦૮ મિલકત સીલ કરી રુપિયા ૧.૨૨ કરોડની વસૂલાત
કરવામાં આવી હતી.