વાહનોની રાઈડીંગ કવોલીટી સુધારવા અમદાવાદના સાત બ્રિજની ટોપ સરફેસ રીસરફેઈસ કરવામાં આવી
રીવરબ્રિજ ઉપરાંત ફલાય ઓવર તથા રેલવે ઓવરબ્રિજ આવરી લેવાયા
અમદાવાદ, શુક્રવાર,26 એપ્રિલ,2024
અમદાવાદના વિવિધ બ્રિજ ઉપરથી પસાર થતા વાહનોની રાઈડીંગ
કવોલીટી સુધારવા સાત બ્રિજની ટોપ સરફેસ બીટુમીન કોંક્રીટ લેવલે રીસરફેઈસ કરવામા
આવી છે.મ્યુનિ.તંત્ર તરફથી રીવરબ્રિજ ઉપરાંત ફલાય ઓવરબ્રિજ તથા રેલવે ઓવરબ્રિજને
રીસરફેઈસ કામગીરીમા આવરી લેવામા આવ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા
વિવિધ વિસ્તારમાં આવેલા બ્રિજની કેરેજ-વે વાહનોની મુવમેન્ટથી સમયાંતરે વ્હેરીંગ
કોટમાં સરફેઝ ઈરોઝન થયેલુ હોઈ,
વાહનોની રાઈડીંગ કવોલીટી સુધારવા માટે હયાત ટોપ સરફેઈસને મીલીંગ કરી બીટુમીન
કોંક્રીટ લેવલે રીસરફઈસ કરવામા આવતા બ્રિજ ઉપરથી વાહનો સરળતાથી પસાર થઈ શકે છે.
રીસરફેઈસ કરવામા આવેલા બ્રિજ
બ્રિજ કુલ
ચો.મી.
નવો સરદારબ્રિજ ૭૪૧૦.૦૦
આંબેડકર બ્રિજ ૬૨૬૨.૫૦
ચીમનભાઈ પટેલ બ્રિજ ૮૫૮૦.૦૦
શિવરંજની ફલાયઓવર ૪૭૨૫.૦૦
જીવરાજ બ્રિજ ૫૧૩૭.૫૦
ઝઘડીયા બ્રિજ ૬૦૮૦.૦૦
ગુજરાત કોલેજ ૭૫૦૦.૦૦