Get The App

સ્વચ્છ સર્વેક્ષણમાં આગળનો નંબર મેળવવા AMC સફાઈ અંગેની ત્રુટીઓ શોધવા પાછળ રુપિયા ૨૬ લાખનો ખર્ચ કરશે

ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો પંદરમો ક્રમાંક આવ્યો હતો

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News

   સ્વચ્છ સર્વેક્ષણમાં આગળનો નંબર મેળવવા AMC  સફાઈ અંગેની ત્રુટીઓ શોધવા પાછળ  રુપિયા ૨૬ લાખનો ખર્ચ કરશે 1 - image

    અમદાવાદ,સોમવાર,14 ઓકટોબર,2024

ભારત સરકાર દ્વારા આગામી સમયમાં દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૪ હાથ ધરવામાં આવનાર છે.આ સર્વેક્ષણમાં શહેરને આગળનો નંબર મળે એ માટે   મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરાવવામા આવતી સફાઈ અંગેની ત્રુટીઓ શોધવા રુપિયા ૨૬ લાખનો ખર્ચ કરાશે.ગત વર્ષે કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો પંદરમો ક્રમાંક આવ્યો હતો.

કેન્દ્ર સરકાર તરફથી દેશવ્યાપી કરવામાં આવતા સ્વચ્છતા સર્વેક્ષણમાં વર્ષ-૨૦૨૧માં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદનો ૩૩મો,વર્ષ-૨૦૨૨માં ૧૮મો તથા વર્ષ-૨૦૨૩માં ૧૫મો ક્રમાંક આવ્યો હતો.સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં અમદાવાદમા આવેલા રહેણાંક,કોમર્શિયલ ઉપરાંત શાળાઓ, બગીચા ઉપરાંત જાહેર શૌચાલયો સહીતના ૧૬૦૦થી વધુ લોકેશન ઉપર નકકી કરવામા આવેલા પેરામીટર્સ મુજબ શહેરને ૯૫૦૦ માર્ક પૈકી મહત્તમ માર્કસ મળે એ માટે  બ્રેઈન એબોવ ઈન્ફોસોલ પ્રા.લી.નામની કંપનીને મ્યુનિ.તંત્ર દ્વારા કરાવવામા આવતી સફાઈની કામગીરીની ત્રુટીઓ શોધવા ત્રણ મહિના માટે કામગીરી સોંપવા હેલ્થ કમિટીમા તાકીદની દરખાસ્ત મંજુર કરાઈ છે.આ એજન્સીને જી.એસ.ટી.સાથે રુપિયા ૨૬ લાખથી વધુ રકમની ચૂકવણી કરવામા આવશે.


Google NewsGoogle News