Get The App

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ચિમનભાઈ બ્રિજની નવી વિંગ બનાવવા મ્યુનિ.તંત્રની કવાયત

ટોરેન્ટ પાવર, રેલવે તથા જેલ સત્તાવાળા સાથે બેઠક બાદ અંતિમ રુપ અપાશે

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News

    ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ચિમનભાઈ બ્રિજની નવી વિંગ બનાવવા મ્યુનિ.તંત્રની કવાયત 1 - image 

  અમદાવાદ,શુક્રવાર, 19 જાન્યુ,2024

અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાના ભાગરુપે ચિમનભાઈ ફલાયઓવરબ્રિજ ઉપર સાબરમતીથી ઓ.એન.જી.સી.સર્કલ તરફના ભાગમાં નવી વિંગ બનાવવા મ્યુનિસિપલ તંત્ર તરફથી કવાયત શરુ કરાઈ છે.ટોરેન્ટ પાવર,રેલવે તથા જેલ સત્તાવાળા સાથે તબકકાવાર બેઠક યોજયા બાદ  નવી વિંગ બનાવવાના આયોજનને અંતિમરુપ અપાશે.

અમદાવાદ મ્યુનિ.ની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિની બેઠકમાં શહેરમાં ચાલી રહેલા બ્રીજના કામગીરી તથા ટ્રાફિકની વધતી સમસ્યા અંગે તંત્ર તરફથી કરવામાં આવેલી કાર્યવાહીની વિગત માંગવામાં આવી હતી.પશ્ચિમઝોનમાં સાબરમતીથી ઓ.એન.જી.સી.સર્કલ તરફ વધારાની નવી વિગ બનાવી ટ્રાફિકને હળવો કરવાના આયોજન અંગે ચર્ચા થઈ હતી.તંત્રે ટોરેન્ટ પાવર સાથે બેઠક કરી સંમતિ મેળવી લીધી છે.રેલવે તથા જેલ સત્તાવાળા સાથે આગામી સમયમાં ફલાયઓવરબ્રિજ ઉપર નવી વિંગ બનાવવાને લઈ સંમતિ મેળવવામા આવશે.એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.પાંજરાપોળ જંકશન ઉપર અંદાજે રુપિયા ૭૩.૯૫ કરોડના ખર્ચે ૬૫૨ મીટરલંબાઈ તથા ૧૭ મીટર પહોળાઈ ધરાવતો ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા આયોજન કરવામાં આવ્યુ છે.આ પ્રોજેકટ અંતર્ગત આઈ.આઈ.એમ.થી પોલીટેકનીક તરફ ૮૦૦ મીટર લંબાઈની વિંગ બનાવવા અંગે તંત્ર તરફથી વિચારણા શરુ કરવામાં આવી છે.


Google NewsGoogle News