Get The App

પ્રદૂષણને નિયંત્રિત કરવા ગોતા વોર્ડમાં ત્રણ ઓનગોઈંગ બાંધકામ સાઈટ સીલ કરાઈ

રુપિયા ૧.૨૫ લાખનો દંડ વસુલ કરવા સાથે રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News

     પ્રદૂષણને નિયંત્રિત કરવા  ગોતા વોર્ડમાં ત્રણ ઓનગોઈંગ બાંધકામ સાઈટ સીલ કરાઈ 1 - image

  અમદાવાદ,બુધવાર,8 નવેમ્બર, 2023

અમદાવાદમાં વધતા જતા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.ગોતા વોર્ડમાં ગ્રીનનેટ,સેફટીનેટ તથા બેરીકેટ નહીં હોવાના મામલે ત્રણ ઓનગોઈંગ બાંધકામ સાઈટ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી.રુપિયા ૧.૨૫ લાખનો દંડ વસુલ કરવા સાથે બાંધકામ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે.

ગોતા વોર્ડમાં ઈરીડીયમ ઈન્ફ્રાસ્ટ્રકચર, અર્પણનગર,ઘાટલોડીયા, ધ એમ્પાયર, એસ.જી.હાઈવે,ગોતા તથા નિત્યમ લકઝુરીયા,અર્પણનગર, ઘાટલોડીયા આ ત્રણ બાંધકામ સાઈટને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે.

રોડ-માર્જિનની જગ્યામાં પાર્કીંગ અટકાવવા ૪૨૭ યુનિટને નોટિસ અપાઈ

ગોતા ડમરુ સર્કલથી કારગીલ થઈ હાઈકોર્ટ સુધીના તેમજ કેશવબાગથી માનસીથી જજીસ બંગલા સુધીના રસ્તા ઉપર બિનઅધિકૃત પાર્કીંગ ના થાય એ માટે ૬૧ રેસીડેન્સ તથા ૩૬૬ નોન રેસીડેન્સના માલિક,ચેરમેન,સેક્રેટરીને મ્યુનિ.તરફથી જાહેર નોટિસ અપાઈ છે.

બિલ્ડીંગનુ નામ રેસીડેન્સ        નોન રેસીડેન્સ

ઝુલાસ એન્મોર -------         ૦૧

ધ ફ્રુટ ટ્રક      ------          ૦૧

ન્યુયોર્ક પ્લાઝા  ----            ૨૫

એસ.આઈ.પી.ઓક ----        ૦૧

અગ્રવાલ મોલ  -----           ૪૫

એસ.જી.બિઝનેસ હબ --           ૬૦

રધુવંશ આકેર્ડ  ૦૮               ૬૪

હરીવીલા       ૨૩              ૩૬

આર્યન યુફોરીયા ૩૦            ૬૪

રિધ્ધી સિધ્ધી કોમ્પલેકસ        ૧૪

દેવલબા હાઉસ                ૩૦

દેવનંદન કોમ્પલેકસ            ૨૫

        


Google NewsGoogle News