મચ્છરજન્ય રોગને નાથવા વસ્ત્રાપુર, થલતેજ -મલાવ સહિતના તળાવોમાં થી લીલ-કચરો દુર કરાશે
નદીપારના વિસ્તારોમાં આવેલા ૨૩ તળાવ કોન્ટ્રાકટ આપી સાફ કરાવાશે
અમદાવાદ,સોમવાર,22 જાન્યુ,2024
અમદાવાદમાં મચ્છરજન્ય રોગને નાથવા વસ્ત્રાપુર, થલતેજ ઉપરાંત
મલાવ તળાવ સહિતના તળાવોમાંથી લીલ-કચરો દુર કરાશે.નદીપારના વિસ્તારોમાં આવેલા ૨૩
તળાવ કોન્ટ્રાકટ આપી મ્યુનિ.ના મેલેરિયા વિભાગ દ્વારા સાફ કરાવાશે.
મેલેરિયા વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા
તળાવમાંથી તરતો કચરો,લીલ,ઘાસ તથા તળાવના
ઢાળ ઉપરથી બિનજરુરી વેજીટેશન દુર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંતર્ગત બોડકદેવ
વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર,
થલતેજ,ઘુમા ગામ
તળાવ, મલાવ
તળાવ, ચાંદલોડીયામાં
યદુડી તળાવ, છારોડી
તળાવ,ચાંદલોડીયા
તળાવ, ગોતામા
ઉગતી લેક પાસેનુ તળાવ, સોલા ગામ
તળાવ, ગોતા ગામ
તળાવ,આર.સી.ટેકનીકલ
પાસેના તળાવની સફાઈ કરાવવામા આવશે.પશ્ચિમ ઝોનમાં આવેલા વાસણા વોર્ડના મલાવ તળાવ, રાણીપ વોર્ડમાં
આવેલા ચેનપુર તળાવનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે.સરખેજમાં આવેલા શકરી તળાવ, આઝાદનગર તલાવડી, શીંગોડા તળાવ, પાંચા તળાવ, રોપડા તળાવ,રત્ના તળાવ, ઓકફ અને બેદર
તળાવ ઉપરાંત મકતમપુરા વોર્ડમાં આવેલા બાદરાબાદ ગામ તળાવ તથા બાકરોલ ગૌ શાળા તળાવની
સફાઈ પણ કરાવવામાં આવશે.