Get The App

દસ દિવસ પછી જાણ કરવામાં આવતા ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલને મ્યુનિ.હેલ્થ વિભાગે નોટિસ આપી

બાળકના સેમ્પલ લઈ જીનોમ સિકવન્સીંગ માટે મોકલવામાં આવશે

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News

    દસ દિવસ પછી જાણ કરવામાં આવતા ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલને મ્યુનિ.હેલ્થ વિભાગે નોટિસ આપી 1 - image 

  અમદાવાદ,સોમવાર,6 જાન્યુ,2025

ચાંદખેડા ખાતે આવેલી ઓરેન્જ ન્યુઓનેટલ હોસ્પિટલમાં ૨૪ ડિસેમ્બર-૨૪ના રોજ રાજસ્થાનના ડુંગરપુરના પરિવારના બે મહિનાના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકમાં મેટાન્યુમો વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. હોસ્પિટલ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને દસ દિવસ પછી આ અંગે જાણ કરવામાં આવતા હેલ્થ વિભાગ તરફથી હોસ્પિટલ સત્તાવાળાઓને નોટિસ આપવામાં આવી છે. બાળકના સેમ્પલ લઈ પુણે ખાતે જીનોમ સિકવન્સિંગ માટે મોકલવા પણ તંત્રે તૈયારી શરુ કરી છે.

રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતા એક જૈન પરિવારના બે મહિનાના બાળકને ચાંદખેડા ખાતે આવેલી ઓરેન્જ ન્યુઓનેટલ એન્ડ પીડિયાટ્રીક હોસ્પિટલ ખાતે ૨૪ ડિસેમ્બરના રોજ  શરદી અને ખાંસી જેવી તકલીફને લઈ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને કફ પુષ્કળ પ્રમાણમાં હોવાનુ જણાતા તેને ઓકિસજન અને વેન્ટિલેટર સિસ્ટમની મદદથી સારવાર આપવામાં આવતી હતી. દરમિયાન હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી ખાનગી લેબોરેટરીમાં બાળકના આરોગ્યવિષયક ટેસ્ટ કરાવવામા આવતા બાળકને બ્રોનકાઈટસની પણ અસર જોવા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીએ કહયુ,હોસ્પિટલ દ્વારા બાળકના વાયરલ ઈન્ફેકશન પેનલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.૨૬ ડિસેમ્બર-૨૪ના રોજ  મેટા ન્યુમોવાયરસ ડીટેકટ થયો હતો.આ અંગે હોસ્પિટલ તંત્ર તરફથી હેલ્થ વિભાગને જાણ કરવી જરુરી હતી જે ૬ જાન્યુઆરી-૨૫ સુધી કરવામાં આવી નહતી.ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા હોસ્પિટલ તરફથી માહીતી આપવામા નહી આવતા હોસ્પિટલને આ અંગે તાકીદે ખુલાસો કરવા  હેલ્થ વિભાગ તરફથી નોટિસ આપવામા આવી છે.હોસ્પિટલ તરફથી યોગ્ય ખુલાસો કરવામા નહીં આવે તો હેલ્થ વિભાગ પેનલ્ટી પણ કરશે એમ તેમનુ કહેવુ હતુ.


Google NewsGoogle News