પ્રતિ વ્યકિત ટિકીટના દર રુપિયા ૭૦થી ૧૦૦, ત્રીજી જાન્યુઆરીથી અમદાવાદમાં ફલાવરશો, ટ્રી સેન્સસનો આરંભ કરાશે
મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડીજીટલ સ્વરુપમાં આપી શકે એ માટે qrcode સિસ્ટમ ફલાવરશોમાં ઉભી કરવામાં આવશે
અમદાવાદ,બુધવાર,1
જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફલાવર શો-૨૫ ૩
જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે.ફલાવર શોની સાથે રાજયના મુખ્યમંત્રી અમદાવાદ
માટે ટ્રી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે.ફલાવરશોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ
તેમનો અભિપ્રાય ડીજીટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં
આવશે.ગત વર્ષ કરતા ફલાવર શો-૨૫ના આયોજન
પાછળ મ્યુનિસિપલ તંત્ર ત્રણ કરોડ રુપિયા વધુ ખર્ચ કરશે. ફલાવર શો-૨૫ જોવા માંગતા
મુલાકાતીએ સોમથી શુક્રવાર રુપિયા ૭૦ તથા શનિ અને રવિવારના રોજ રુપિયા ૧૦૦ ચૂકવવા
પડશે. આ ઉપરાંત સવારે ૯થી ૧૦ તથા રાત્રે ૧૦ થી ૧૧નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં
આવ્યો છે.જેમાં પ્રતિ વ્યકિત રુપિયા ૫૦૦ ટિકીટ દર
રાખવામાં આવ્યા છે.
૩ જાન્યુઆરીથી
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફલાવરશોનો રાજયના મુખ્યમંત્રી આરંભ
કરાવશે.અમદાવાદમાં વર્ષ-૨૦૧૩થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવરશોનું આયોજન
કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૪માં ફલાવર શોનું આયોજન કરવા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા રુપિયા ૧૧.૪૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેની તુલનામાં હવે રુપિયા ૧૫
કરોડનો ખર્ચ કરવામાં આવશે. ફલાવર શોમાં ૧૨ વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે
પ્રવેશ અપાશે. સોમવારથી શુક્રવાર દરમિયાન
ટિકીટના દર પ્રતિ વ્યકિત વર્ષ-૨૦૨૪માં રુપિયા ૫૦ હતા તેના બદલે રુપિયા ૭૫
કરવામા આવ્યા છે.ગત વર્ષે શનિ અને રવિવારે પ્રતિ વ્યકિત રુપિયા ૭૫ ટિકીટના દર હતા.જે હવે રુપિયા ૧૦૦ કરવામાં આવ્યા છે.
પ્રાઈમ ટાઈમમમાં ફલાવર શો જોવા રુપિયા ૫૦૦ ખર્ચ કરવો પડશે
ફલાવર શો દરમિયાન
રોજ સવારે ૯થી ૧૦ કલાક તથા રાત્રે ૧૦ થી ૧૧ કલાક દરમિયાન જો મુલાકાતીઓ પ્રાઈમ
ટાઈમમાં ફલાવર શો જોવા માંગતા હશે તો પ્રતિ વ્યકિત રુપિયા ૫૦૦ ટિકીટના દર વસૂલ
કરાશે.મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામા આવશે.
ફલાવર શોમાં આઈકોનીક સ્કલ્પચર મુકાશે
ફલાવર શોમાં કીર્તી સ્તંભ ઉપરાંત લોટસ, એક પેડ મા કે નામ
ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ, ગરબા,કેનોપીની, ફલાવર વેલી
સહિતના સ્કલ્પચર તથા આઈકોનીક સ્ટ્રકચર મુકવામાં આવશે.નાના બાળકો માટે હલ્ક,ડોરેમોન, સ્પોન્જ બોબ
વેગેરે કાર્ટુન આધારીત સ્કલ્પચર મુકાશે.
વૃક્ષ ગણતરી માટે પ્રતિ વૃક્ષ ૮ રુપિયા એજન્સીને ચૂકવાશે
૧ જાન્યુઆરીથી અમદાવાદમાં વૃક્ષ ગણતરી શરુ કરવામા આવશે.
ફલાવર શોની સાથે શહેરમાં વૃક્ષ ગણતરીની કામગીરી શરુ કરવાશે. સાર નાની એજન્સીને
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વૃક્ષ ગણતરી કરવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. છ
મહીનામાં આ એજન્સી ટ્રી સેન્સસની કામગીરી પુરી કરશે. અમદાવાદમાં વર્ષ-૨૦૧૧માં
વૃક્ષ ગણતરી કરાઈ હતી.એ સમયે શહેરમાં ગ્રીન કવર એરિયા ૪.૬૦ ટકા હતો.એ પછી એક પણ
વખત વૃક્ષ ગણતરી કરવામાં આવી નથી. વૃક્ષના ઘેરાવા ઉપરાંત તેનુ નામ , તેના ફાયદા,તે કેટલા વર્ષ
જુનુ છે.તેના શુ ફાયદા છે વગેરે
પ્રકારની તમામ વિગત સાથે જી.પી.એસ.બેઝ
વૃક્ષની ગણતરી કરાશે.
રિવરફ્રન્ટ નાઈટ ફલાવરપાર્ક ડેવલપ કરાયો
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પશ્ચિમ બાજુએ
રિવરફ્રન્ટ ફલાવર પાર્કમાં ૪૫૦૦ સ્કેવરમીટર વિસ્તારમાં રૃપિયા ત્રણ કરોડના ખર્ચથી એલઈડી
લાઈટસ સાથે રિવરફ્રન્ટ નાઈટ ફલાવર પાર્ક ડેવલપ કરવામાં આવ્યો છે.૫૪ જેટલા વિવિધ લાઈટીંગ
એલીમેન્ટસ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.વાઘ,સિંહ,જીરાફ ઉપરાંત ફાઉન્ટેન
, કાર્ટુન કેરેકટર લાઈટીંગ
વીથ ટેબલ ચેર જેવા આકર્ષણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે.