Get The App

રાજ્યમાં શિક્ષણના મોંઘા ખર્ચાથી બચવા વિદ્યાર્થીઓનો જોરદાર ઉપાય, માતા-પિતાનું ટેન્શન હળવું કર્યું!

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી શરુ થશે

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
રાજ્યમાં શિક્ષણના મોંઘા ખર્ચાથી બચવા વિદ્યાર્થીઓનો જોરદાર ઉપાય, માતા-પિતાનું ટેન્શન હળવું કર્યું! 1 - image


Students Take The Exam From Open Schools in Gujarat : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની ધોરણ- 10 અને ધોરણ-12ની પરીક્ષા ક્રમશઃ આગામી 11મી માર્ચ અને 26મી માર્ચના રોજ લેવાઈ રહી છે ત્યારે આ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહમાં ખાનગી કેટેગરીમાં રેગ્યૂલર રીતે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 29,523 છે અને કુલ 43 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે સ્ટેટ ઓપન સ્કૂલથી પરીક્ષા આપવા માટે નોંધાયા છે. જેના પરથી એવું કહેવાય છે કે વિદ્યાર્થિઓ મોંઘા શિક્ષણ ખર્ચથી બચવા માટે નવો ઉપાય કરી રહ્યા છે અને માતા-પિતાને મોંઘી ફી, મોંઘા શિક્ષણ ખર્ચાથી રાહત મળે તે માટે ઓપન સ્કૂલ તરફ વધુ પ્રેરાઈ રહ્યા છે જ્યાંંથી તેઓ સીધા જ પરીક્ષા આપી શકે અને અભ્યાસ પૂરો કરી શકે અને સ્કૂલે જવાની જરૂર ના પડે.  

વિદ્યાર્થીઓ સીધા જ બોર્ડમાં નોંધણી કરીને પરીક્ષા આપે છે

આ વખતે પ્રાઈવેટ રેગ્યૂલર સ્ટુડન્ટ્સની સંખ્યા સૌનું ધ્યાન ખેંચે એવી એટલે કે 29,523 છે જ્યારે પ્રાઈવેટ રિપિટ સ્ટુડન્સ 13417 છે. આનો અર્થ એ થયો કે 43 હજારથી વધુ વિદ્યાર્થીઓ સીધા જ બોર્ડમાં નોંધણી કરીને શાળાના શિક્ષણ વિના બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ઓનલાઈન અને શાળાના કેમ્પસનું મહત્ત્વ ઘટતાં ધીમે ધીમે ઘરે બેસીને તૈયારી કરતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં આ એક મોટો વિક્રમજનક વધારો થયો છે. બીજી તરફ શિક્ષણક્ષેત્રે એવા ટ્યૂશન ક્લાસિસ પણ અસ્તિત્ત્વમાં આવ્યા છે જ્યાં શાળાને બદલે આખો દિવસ માત્ર પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહ્યા છે.

કોરોના પછી ઓપન સ્કૂલિંગનો વ્યાપ વધ્યો

કોરોના પછી ઓપન સ્કૂલિંગનો વ્યાપ પણ વધ્યો છે. યૂ ટ્યૂબ પરથી જાતે તૈયારી કરનારા વિદ્યાર્થીઓનો પણ એક નવો વર્ગ તૈયાર થઈ રહ્યો છે. બીજી તરફ શાળાની મોંઘી ફી અને ટ્યુશનની ફી તેમજ ભણવા સાથે નોકરીનું વલણ વગેરે સહિતના કારણોને લીધે ઓપન સ્કૂલિંગથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ વધી રહ્યા છે.

રાજ્યમાં શિક્ષણના મોંઘા ખર્ચાથી બચવા વિદ્યાર્થીઓનો જોરદાર ઉપાય, માતા-પિતાનું ટેન્શન હળવું કર્યું! 2 - image


Google NewsGoogle News