મ્યુનિ.ના તમામ બગીચામાં જવાબદાર અધિકારીનું નામ લખવા સુચના અપાઈ
બગીચાને લગતી કોઈ મુશ્કેલી હોય તો કોનો સંપર્ક કરવો એ દર્શાવતુ બોર્ડ લગાવાયુ નહોતુ
અમદાવાદ,શનિવાર,27 જુલાઈ,2024
અમદાવાદ મ્યુનિ.હસ્તકના તમામ બગીચામાં અમુલના જવાબદાર
અધિકારીના નામ અને કોન્ટેકટ નંબર લખવા રિક્રીએશન કમિટીની બેઠકમાં સુચના અપાઈ
હતી.ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ,
વટવામાં આવેલા જોગર્સ પાર્ક અને ધન્વંતરી ગાર્ડન,પાલડીની તેમણે
મુલાકાત લીધી હતી.આ સમયે બગીચાને લગતી કોઈ મુશ્કેલી હોય તો કોનો સંપર્ક કરવો એ
દર્શાવતુ બોર્ડ લગાવાયુ નહોતુ.ચેરમેન દ્વારા મ્યુનિ.હસ્તકના ૨૯૩ બગીચા પૈકી કેટલા
બગીચામાં આ પ્રકારના બોર્ડ લગાવવામા આવ્યા છે એ અંગે અધિકારી પાસેથી વિગત માંગવામા
આવી હતી.અધિકારી તરફથી ૧૦૩ બગીચામાં આ પ્રકારના નામ અને નંબર દર્શાવતા બોર્ડ
લગાવાયા હોવાની સ્પષ્ટતા કરાઈ હતી.મ્યુનિ.દ્વારા ૨૨૦ બગીચા અમુલને મેઈન્ટેનન્સ
માટે આપવામા આવ્યા છે.દુધ અને તેની બનાવટ વેચવા પાર્લર ચલાવવા ઉપરાંત ગાર્ડન મેઈન્ટેનન્સની તમામ જવાબદારી અમુલ
દ્વારા નિભાવવામા આવે છે.બાકીના તમામ બગીચામાં જવાબદાર અધિકારીનુ નામ અને સંપર્ક
નંબર તાકીદે લગાવવા ગાર્ડન વિભાગને સુચના આપવામા આવી છે.