આગ લાગતા કામદારો જીવ બચાવવા ભાગ્યા , નારોલમાં આવેલી દવાની ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટ,માલિક સહિત છ લોકો ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તમાં વટવા-નારોલ ખાતે રહેતા ૨૦થી ૨૫ વર્ષના પાંચ યુવકોને સારવાર હેઠળ
અમદાવાદ,બુધવાર,15 મે,2024
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ એસ્ટેટમાં
આવેલી સ્ટેબિકોટ વિટામીન ફાર્મા નામની એક ફેકટરીમાં બુધવારે રાત્રિના સુમારે
બોઈલરમાં ઓવરહીટીંગ થવાથી ધડાકાભેર બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી.ફેકટરીમાં આગ
લાગતા કામ કરી રહેલા કામદારો જીવ બચાવવા ભાગ્યા હતા.છ જેટલા કામદાર ઈજાગ્રસ્ત થયા
હતા. ઈજાગ્રસ્તમાં વટવા-નારોલ ખાતે રહેતા ૨૦થી ૨૫ વર્ષના પાંચ યુવક ઉપરાંત ફેકટરી
માલિકનો સમાવેશ થતો હતો.યુવકોને ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
બુધવારે રાત્રિના ૮.૩૦ કલાકના સુમારે નારોલમાં આવેલા
આઈ.ઓ.સી. પેટ્રોલ પંપ પાસે આવેલા સરદાર પટેલ એસ્ટેટમાં આવેલી સ્ટેબિકોટ વિટામીન
ફાર્મા નામની ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટ થયા બાદ લાગેલી આગમાં ફેકટરીમા કામ કરતા
કામદારો વત્તા ઓછા અંશે દાઝી ગયા હતા.ફાયર
વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.ફાયર વિભાગ તરફથી મળતી
માહિતી મુજબ, આગની
ઘટનામાં ફેકટરી માલિક કાર્તિકભાઈ,
ઉંમર વર્ષ-૪૫ ઉપરાંત પીંટુભાઈ,
ઉંમર વર્ષ -૨૩, મહેશભાઈ,ઉંમર વર્ષ-૨૧, બાબુભાઈ, રહે.નારોલ, ઉંમર વર્ષ-૨૩, મનીષભાઈ, ઉંમર વર્ષ-૨૩ તથા
સોનુ, ઉંમર
વર્ષ-૨૩,રહે.વટવા
ઈજાગ્રસ્ત થયા હતા.