Get The App

દિવાળી પહેલાં રોડના કામ પુરા નહીં થાય , અમદાવાદમાં નવા રોડ બનાવવા કોન્ટ્રાકટરોને ૧૮ કરોડ વધુ ચૂકવાશે

શુક્રવારથી રોડની કામગીરી કરતા શ્રમિકો દિવાળી મનાવવા વતન જતા રહેશે

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News

   દિવાળી પહેલાં રોડના કામ પુરા નહીં થાય , અમદાવાદમાં નવા રોડ બનાવવા કોન્ટ્રાકટરોને ૧૮ કરોડ વધુ ચૂકવાશે 1 - image  

  અમદાવાદ,બુધવાર,23 ઓકટોબર,2024

કવોરી ઉદ્યોગની હડતાળ સમેટાયા પછી પણ અમદાવાદમાં દિવાળી પહેલાં નવા રોડ બનાવવા કે રોડ રીસરફેસના કામ પુરા નહીં થાય. કવોરી ઉદ્યોગની હડતાળ સમેટાયા પછી પણ અમદાવાદ મ્યુનિ.પાસે બે કે ત્રણ દિવસ ચાલે એટલુ જ મટીરીયલ છે. શુક્રવાર પછી શ્રમિકો પણ દિવાળી મનાવવા વતન તરફ જશે.બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં નવા રોડ બનાવવા રજુ કરાયેલી અલગ અલગ દરખાસ્તોમાં કોન્ટ્રાકટરોને અંદાજની રકમ કરતા રુપિયા ૧૮ કરોડ વધુ ચૂકવવા કમિટીની મંજુરી માંગવામાં આવી છે.

આ વર્ષે લાંબા સમય સુધી ચાલેલી ચોમાસાની ઋતુના કારણે શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોના રોડ ઉપર પડેલા ખાડા મ્યુનિ.તંત્રે પુરવાની કામગીરી કરી હતી.વહીવટીતંત્ર અને સત્તાધારીપક્ષ તરફથી દિવાળી પહેલા તમામ રોડ રીગ્રેડ કરી રીસરફેસ કરવાની જાહેરાત કરાઈ હતી.દરમિયાન કવોરી ઉદ્યોગની હડતાળના કારણે રોડ રીસરફેસ કરવા તથા નવા રોડની કામગીરી પુરતુ મટીરીયલ નહીં હોવાના કારણે મંદ ગતિએ ચાલી રહી હતી.હડતાળ સમેટાયા પછી પણ અમદાવાદ સુધી હજુ પુરતા પ્રમાણમાં કપચીની ટ્રકો પહોંચી રહી નથી. આ કારણથી દિવાળી પહેલાં રોડના કામ પુરા નહીં થાય. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં નવા રોડ બનાવવા રુપિયા ૭૪.૬૨ કરોડના અંદાજ સામે કોન્ટ્રાકટરોને રુપિયા ૯૨.૮૬ કરોડની રકમથી કામ આપી રુપિયા ૧૮ કરોડના વધારાની લહાણી કરવા સામે વિપક્ષનેતાએ વિરોધ કરી રિ-ટેન્ડર કરવા માંગ કરી છે.

કયા કોન્ટ્રાકટરને  રોડની કામગીરી માટે કેટલો વધારો અપાશે

નામ            કામનો અંદાજ(કરોડમાં) ટેન્ડરની રકમ(કરોડમાં)

વિમલ કન્સટ્રકશન      ૧૫.૦૦         ૧૮.૬૮

વિમલ કન્સટ્રકશન      ૨૦.૦૦         ૨૪.૯૦

ફોરચ્યુન બિલ્ડર્સ       ૧૫.૦૦         ૧૮.૬૩

દિગ્વિજય કન્સ.         ૨૪.૬૨         ૩૦.૬૫                

 


Google NewsGoogle News