Get The App

આગામી 25 વર્ષની જરુરિયાતને ધ્યાનમાં રાખી માળખાકીય સુવિધાઓ સાથે નવી ટી.પી.નું પ્લાનિંગ કરાશે

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
આગામી 25 વર્ષની જરુરિયાતને ધ્યાનમાં રાખી માળખાકીય સુવિધાઓ સાથે નવી ટી.પી.નું પ્લાનિંગ કરાશે 1 - image


Ahmedabad New TP : અમદાવાદના વિકાસ માટે આગામી 25 વર્ષની જરુરીયાતને ધ્યાનમાં લેવાશે. નવી ટી.પી.સ્કીમનું પ્લાનિંગ માળખાકીય સુવિધા સાથે કરાશે.શહેરની વેલ્યુએડીશનમાં વધારો થાય એ માટે ઘનિષ્ટ કામગીરી કરાશે એમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બજેટ સત્રના સમાપન સમયે કહ્યું હતું. મ્યુનિ.તથા સંલગ્ન સંસ્થાના તમામ બજેટ બહુમતી સાથે મંજુર કરાયા હતા.

અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતાક્રમ મળે એ માટે મ્યુનિસિપલ તંત્ર તરફથી તમામ પેરામીટર ઉપર કામગીરી કરાશે. શહેરમાં નવી ટી.પી.સ્કીમનુ પ્લાનિંગ કરવામા આવે એ જ સમયે રોડ,પાણી અને ડ્રેનેજ સહીતની તમામ માળખાકીય સુવિધાનુ આયોજન કરાશે.હાલ ટી.પી.ખોલવામા આવ્યા પછી માળખાકીય સુવિધાનુ આયોજન કરાય છે.

આગામી ઓલ્મિપિક -2036ને ધ્યાનમાં રાખીને શહેરની વેલ્યુએડીશનમાં વધારો થાય એ પ્રકારે સીટી બ્યુટીફીકેશન સેલની રચના કરવામા આવશે.મેયર પ્રતિભા જૈને વર્તમાન ટર્મના આ છેલ્લા બજેટમાં શહેરીજનોને તમામ પ્રકારની માળખાકીય સુવિધા મળી રહે એ માટે તેમનો પક્ષ કટિબદ્ધ હોવાનુ કહ્યું હતું.


Google NewsGoogle News