શહેરની કચરાની મુખ્ય ડમ્પસાઈટ પીરાણાના કચરાના ડુંગર ઉપર કચરામાં આગ લાગતા તંત્ર હરકતમાં

સાંજના સમયે કચરામાં આગ લાગતા ફાયરના વાહન આગ બુઝાવવા પહોંચ્યા

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News

  શહેરની કચરાની મુખ્ય ડમ્પસાઈટ  પીરાણાના કચરાના ડુંગર ઉપર કચરામાં આગ લાગતા તંત્ર હરકતમાં 1 - image     

 અમદાવાદ,ગુરુવાર,19 સપ્ટેમ્બર,2024

અમદાવાદમાંથી કચરો એકઠો કરી  પીરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ ઉપર નિકાલ કરાય છે.ગુરુવારે સાંજના સમયે કચરાના ડુંગર ઉપર એકઠા કરાયેલા કચરામાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.ફાયર વિભાગ દ્વારા વોટર ટેન્કર સહિતના વાહન આગ બુઝાવવા ઘટના સ્થળે પહોંચતા કરાયા હતા.

ગુરુવારે સાંજે ૬.૧૫ કલાકના સુમારે પીરાણા ખાતે આવેલી મ્યુનિ.ની મુખ્ય કચરાની ડમ્પસાઈટ ઉપર એકઠા કરવામાં આવતા કચરામાં એકાએક આગ લાગતા ડમ્પસાઈટ આસપાસના વિસ્તારોમાં દુર દુર સુધી આગનો ધુમાડો ફેલાઈ ગયો હતો.દરમિયાન કચરામાં લાગેલી આગ અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામા આવતા ફાયર વિભાગ તરફથી વોટર ટેન્કર સહિતના વાહન કચરામાં લાગેલી આગને કાબૂમાં લેવા સ્થળ ઉપર પહોંચતા કરાયા હતા.પીરાણા ડમ્પસાઈટ ઉપર એકત્ર કરવામા આવતા કચરામાં આ અગાઉ પણ આગ લાગવાની ઘટના બનેલી છે.


Google NewsGoogle News