ગુજરાતમાંથી સ્પીકરની એકમાત્ર ઘટના, લોકસભાના સૌપ્રથમ સ્પીકર અમદાવાદના સાંસદ હતા

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
Ganesh Vasudev Mavalankar


Loksabha Speaker: ભાજપના સાંસદ ઓમ બિરલા 18મી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. દેશના પ્રથમ સાંસદ ગણેશ વાસુદેવ માવળંકર ગુજરાતી હતા અને તેઓ અમદાવાદ બેઠકથી ચૂંટાયા હતા. 1952માં યોજાયેલી લોકસભાની સૌપ્રથમ ચૂંટણીમાં ગણેશ માવળંકર અમદાવાદની બેઠક પરથી કોંગ્રેસ માટે લડ્યા હતા. જેમાં તેમનો 1.61 લાખના મતના અંતરથી વિજય થયો હતો. 

ગણેશ માવળંકર પ્રથમ સ્પીકર તરીકે પસંદ કરાયા હતા

આ પછી 15 મે 1952ના સ્વતંત્ર ભારતની સૌપ્રથમ લોકસભા બેઠક મળી ત્યારે ગણેશ માવળંકર પ્રથમ સ્પીકર તરીકે પસંદ કરાયા હતા. એ વખતે પણ સ્પીકર નક્કી કરવા માટે ચૂંટણી યોજાઈ હતી. 

જેમાં ગણેશ માળવંકરને 394 જ્યારે વિરોધ પક્ષના સ્પીકરને 55 મત મળ્યા હતા. તેમણે 15 મે 1952 થી  27 ફેબ્રુઆરી 1956 સુધી એમ કુલ 3 વર્ષ 288 દિવસ સ્પીકર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 

તેમના કાર્યકાળ દરમિયાન પક્ષની રાજનીતિથી દૂર રહ્યા હતા. તેમણે જ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રશ્નકાળ અને ચર્ચા અને આભાર પ્રસ્તાવની શરૂઆત કરી  હતી. કોઈપણ પક્ષને સંસદીય પક્ષ તરીકે નામાંકિત કરવા માટે તેની પાસે ગૃહના કુલ સભ્યપદના ઓછામાં ઓછા 10 ટકા હોવા આવશ્યક છે. આ નિયમ પણ તેમના દ્વારા બનાવવામાં આવ્યો હતો. 

એટલું જ નહીં, સૌથી મોટા સંસદીય દળના નેતાને વિપક્ષના નેતા તરીકે નોમિનેટ કરવાનો ટ્રેન્ડ પણ ત્યારથી ચાલી રહ્યો છે. 27 ફેબ્રુઆરી 1956ના તેમનું અવસાન થતા એમ.એ.આયંગરે સ્પીકર તરીકેની જવાબદારી સંભાળી હતી. અલબત્ત, આ પછી ગુજરાતમાંથી કોઈ પણ સાંસદે સ્પીકર તરીકેની જવાબદારી સંભાળી નથી. 

1908માં ગુજરાત કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું

ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ 27 નવેમ્બર, 1888ના રોજ વડોદરામાં થયો હતો. તેઓ ઉચ્ચ શિક્ષણ માટે 1902માં અમદાવાદ આવ્યા હતા અને 1908માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી સ્નાતક થયા. 1912માં તેમણે કાયદાની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી હતી.

ગુજરાતમાંથી સ્પીકરની એકમાત્ર ઘટના, લોકસભાના સૌપ્રથમ સ્પીકર અમદાવાદના સાંસદ હતા 2 - image



Google NewsGoogle News