રિવરફ્રન્ટ લી.ની બેઠકમાં નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટોની બેઝ પ્રાઈસ નકકી કરવામાં આવશે

મ્યુનિ.કમિશનરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News

     રિવરફ્રન્ટ લી.ની બેઠકમાં નિર્ણય  સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટોની બેઝ પ્રાઈસ નકકી કરવામાં આવશે 1 - image

  અમદાવાદ,બુધવાર,18 ઓકટોબર,2023

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી.ની બેઠકમાં રિવરફ્રન્ટ ઉપર આવેલા પ્લોટોની બેઝ પ્રાઈસ નકકી કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરાઈ છે.કમિટી પ્લોટોની બેઝ પ્રાઈસ નકકી કરશે.બાદમાં તેને મ્યુનિસિપલ બોર્ડમાં રાજય સરકારની મંજુરી મળ્યા બાદ પ્લોટોની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની મળેલી બેઠકમાં સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તાર જેમાં ખાસ કરીને વલ્લભસદનથી એન.આઈ.ડી.સુધીના વિસ્તારમાં આવેલા પ્લોટોની બેઝ પ્રાઈસ નકકી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.પ્લોટો મામલે એક ચોકકસ પોલીસી બનાવી મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં અને ત્યારબાદ રાજય સરકારની મંજુરી મળ્યા બાદ તેની હરાજી કરવામાં આવશે.મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં આ અંગે એક કમિટીની રચના કરવામાં આવી છે.કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત એસ્ટેટ ઓફિસર તથા પ્લોટ સંદર્ભના તજજ્ઞાોનો સમાવેશ કરવામાં આવ્યો છે.સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેઠકમાં પચાસથી વધુ પાનાની નવી પોલીસી પણ જાહેર કરવામાં આવી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. આ અગાઉ વર્ષ-૨૦૧૬માં સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટોની બેઝ પ્રાઈસ નકકી કરવામાં આવી હતી.


Google NewsGoogle News