GCAS પોર્ટલમાં ખામીને પગલે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પરેશાન, રાજ્યની કેટલીય કોલેજમાં બેઠકો ખાલીખમ

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News

Student

રાજ્યમાં સરકારી અને પ્રાઈવેટ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે Gujarat Common Addmission Service (GCAS) શરુ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે કોમન પોર્ટલ GCAS શરુ કરીને રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીઓની કોલેજમાં વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા માટે અરજી મંગાવવામાં આવી હતી. જેમાં કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે આ વખતે રાજ્ય સરકારે નવી ચીલો પાડ્યો પાડી એક જ માધ્યમ થકી વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ અપાવવાના પ્રયત્નો કરવામાં આવ્યો હતો. પરંતુ નવી સિસ્ટમની પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં ઘણી ગૂંચવણો અનુભવાતી હોવાનું જાણવા મળ્યું હતુ.

તેવામાં GCAS અંતર્ગત કોલેજોમાં પ્રવેશ માટે બહાર પાડવામાં આવેલા બે રાઉન્ડના અંતે 20 ટકા પણ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા નથી. બીજી તરફ, વિદ્યાર્થીઓ વગર શૈક્ષણિક કાર્ય શરુ કેમ કરવુ તેને લઈને અધ્યાપકોમાં મૂંઝવણ જોવા મળી હતી. આ ઉપરાંત અધ્યાપકોની મળેલી બેઠકમાં GCAS પોર્ટલમાં ખામીઓ હોવા અંગે સરકારને ધ્યાન દોરવા જણાવ્યું હતું.

GCAS પોર્ટલમાં ખામી, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

નવા શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા માટે રાજ્યએ GCAS કોમન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ કરી છે. GCAS પોર્ટલની નવી રીતથી પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓ ઘણી-બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવામાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા હોવા છતાં ઘણી બધી કોલેજોમાં જગ્યાઓ ખાલી પડી હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડના અંતે ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં માત્ર 15 ટકા જ બેઠકો ભરાતા 55 હજારથી વધુ બેઠકો ખાલી પડી છે.

વિદ્યાર્થીઓ વગર સત્ર કેમ શરુ કરવુ

રાજ્યની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોમન પોર્ટલ GCAS શરુ કર્યુ છે. શરુઆતથી ગૂંચવણ ભર્યા આ પોર્ટલમાં ખામીઓ હોવાથી વિદ્યાર્થીઓ સહિત પ્રોફેસરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તેવામાં ઘણી કોલેજોમાં બેઠકો ખાલી પડી હોવાથી પ્રોફેસરો મૂંઝવણમાં મુકાયા છે કે, પૂરતા વિદ્યાર્થીઓ વગર સત્રની શરુઆત કેમ કરવી. જ્યારે પ્રોફેસરો અને આચાર્યનું માનવું છે કે, હાલ જે પોર્ટલમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ છે તે શરુ કરવામાં આવે.


Google NewsGoogle News